Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

Share

સમસ્ત બ્રહ્મસમાજ ગોધરાના ઉપક્રમે તેમજ સ્ટેગો હોસ્પિટલના સહયોગથી ગોધરા ખાતે બ્રહ્મ પરિવારો માટે એક મેડિકલ તેમજ રકદાન કેમ્પનું આયોજન ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો હાજર રહ્યા હતા.

જેમાં સમસ્ત બ્રહ્મસમાજના ગોધરા એકમના પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ તેમજ યુવા ટીમ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ હાજર રહી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં 27 જેટલા રક્ત દાતાઓએ રકતદાન કર્યું હતું તેમજ 140 જેટલા લોકો એ અલગ અલગ રોગના નિષ્ણાંતો પાસે કન્સલ્ટ કરી સારવાર લીધી હતી. આ કેમ્પમાં બ્લડ રિપોર્ટ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. વધુમાં આયુષમાન કાર્ડ માટેની કામગીરી પણ કરવામાં આવી હતી જેમાં 70 જેવા આયુષ્યમાંન ભારતના હેલ્થ કાર્ડ આપવમાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં હિતેશભાઈ ભટ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓનો અને યુવાનો તેમજ મહિલા પાંખ હાજર રહી સફળ બનાવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળના વાંસોલી ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કલેક્ટરશ્રી ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ

ProudOfGujarat

બારડોલી નગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!