Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા બસ સ્ટેન્ડમાં આવેલા પંખા બંંધ હાલતમાં હોવાથી એસ.ટી મુસાફરો પરેશાન.

Share

ગોધરા શહેરમાં આવેલ એસ.ટી વિભાગના મધ્યસ્થ બસ સ્ટેન્ડમાં અસુવિધાઓથી મુસાફરો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બસ સ્ટેન્ડમાં લગાવેલ પંખા બંધ અવસ્થામાં હોવાના કારણે મુસાફરો આકરા તાપમાં અને અસહ્ય ગરમી વચ્ચે પરસેવે રેબઝેબ જોવા મળ્યા હતા.

ગોધરા શહેરના લાલબાગ વિસ્તારમાં આવેલ એસ.ટી બસ સ્ટેન્ડમાં હજારો મુસાફરો અવરજવર કરતા હોય હાલમાં વેકેશન અને લગ્નસરા મોસમ પૂર જોશમાં ચાલી રહી છે અને બીજી બાજુ મુસાફરો વેકેશન માણવા માટે પોતાના વતનમાં જવા માટે નીકળ્યા ત્યારે ગોધરા શહેરના એસ.ટી વિભાગના બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલ પંખા ઓથી મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 45 થી 47 ડિગ્રી તાપમાન સુધી પહોંચી ગયો છે ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો એસી, કૂલર, ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહારો લઈ ગરમીથી રક્ષણ મેળવી રહ્યા છે ત્યારે ગોધરા શહેરમાં આવેલ એસ.ટી વિભાગના મધ્યસ્થ બસ સ્ટેન્ડમાં બંધ પડેલ પંખા ઓથી મુસાફરો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા બંધ પડેલ પંખા સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મૂળનિવાસી એકતા મંચનાં બે વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે કરજણ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીઓમાં બાબાસાહેબ આંબેડકરની છબી અર્પણ કરી ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat

નવસારી : ખેર ગામમાં વીજપોલમાં ધડાકાભેર બાઇક અથડાતાં 2 ના મોત, 1 ગંભીર

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ગોવાલી નજીક નર્મદામાં નહાવા પડેલ ૧૪ વર્ષનાં કિશોરનું ડૂબી જતાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!