Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : શકકરટેટીની આધુનિક ખેતી થકી કમાણી કરતા પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ બારીયા.

Share

પંચમહાલ જિલ્લાનાં જાબુઘોડા તાલુકાના ભાણપુરા ગામનાં પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ ભીમસીંગભાઇ બારીયા તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૬ એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી છે.
વિનોદભાઇ બારીયા પ્રતિભાવ આપતાં જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી બાગાયતી ખેતી સાથે સંકળાઇ બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવી પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથોસાથ શાકભાજી અને ફળોની આધુનિક બાગાયત ખેતી તરફ વળ્યો છું. આ અગાઉ પરંપરાગત ખેત પધ્ધતિ અપનાવીને ઓછું ઉત્પાદન મેળવતો હતો, પરંતુ બાગાયત ખાતાના સંપર્કમાં આવતા તાલીમ, પ્રેરણા પ્રવાસ અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી નીત નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે પ્રથમ શરૂઆત કરતા મે ડ્રિપઇરીગેશન પધ્ધ્તી સાથે મરચી, ટામેટી તથા શાકભાજીની ખેતી કરતો હતો. ત્યાર પછી પ્લાસ્ટીક મલ્ચીંગ સાથે મે તરબુચની ખેતી કરી હતી. ખેતી માટે મલ્ચીંગ, હાઇબ્રીડ બીયારણ અને અર્ધકાચો મંડપ બનાવવાની અને વિવિધ યોજનાઓની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી.

ત્યારબાદ નોન્યુ સીડ્સ કંપની મારફત મલ્ચીંગ સાથે શક્ક્રરટેટીની ખેતી વિષયક માર્ગદર્શન મેળવી ઓપન ફિલ્ડમાં નફાકારક ખેતી કરેલ છે. ચાલુ વર્ષમાં ૧૦ ગુંઠાના વિસ્તારમાં ક્રોપ કવરના સ્ટકચર સાથે રક્ષીત વાતાવરણમાં થતી નોન્યુ સીડ્સ કંપનીની ચાર જાતો જેવી કે આલીયા, મધુમતી, મીનાક્ષી, રોમીયાના કુલ અંદાજીત ૨૨૫૦ છોડનુ ટ્રેલીઝ પધ્ધતીથી ખેતી કરેલ છે. જેમા આ બધી જાતોના બિયારણની કિમંત અંદાજીત રૂા. ૭ માં એક બિયારણનો દાણો પડેલ છે અને તેનુ ઉત્પાદન ૧ છોડ દીઠ ૧ ફળ લેવાનુ હોય છે જેનુ અંદાજીત વજન ૧.૫ થી ૨ કી.ગ્રા નુ હોય છે. જેનુ માર્કેટ બહારના રાજયોમાં ખેડુતો ખેતી કરી અંદાજીત આ જાતોના ફળની કિમત રૂપિયા ૩૦૦ એક કિ.ગ્રામે મેળવે છે. હાલ ગુજરાતમા શરૂઆત કરતા અંદાજીત કિંમત રૂ. ૧૫૦-૨૦૦ એક કિ.ગ્રામે મળવાની શકયતાઓ જણાઇ રહેલ છે. આમ ૧૦ ગુંઠાના વિસ્તારમા કુલ બે લાખના ખર્ચ સામે અંદાજીત કુલ પાંચ લાખની આવક થવાનો અંદાજ છે. આમ કુલ ત્રણ (૩) લાખનો ચોખ્ખો નફો ૧૦ ગુંઠામાં મને મળશે. મે પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતમાં પણ આ આલીયા, મધુમતી, મીનાક્ષી, રોમીયા શક્ક્રરટેટી બાગાયતી પાકની પ્રથમ ખેતી કરેલ છે.

સાથો સાથ તેઓ જણાવે છે કે બાગાયત ખેતીમાં જી.જી.આર.સી દ્વારા ટપક-સિચાંઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગ કરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી હું હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે. મારા આ સાહસ માટે ક્રોપ કવર માટે બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન માટે મદદરૂપ થવા પુરતી ખાત્રી આપેલ છે.

નાયબ બાગાયત નિયામક ગોધરાએ જણાવ્યું કે તેમની કચેરી દ્વારા વિનોદભાઇને અને જિલ્લાના અન્ય ખેડૂતોને પણ હાઇબ્રીડ બીયારણ શાકભાજી, પ્લાસ્ટીક મલ્ચીંગ અને મંડપ પધ્ધ્તી કરવા માટે પણ સહાય આપવામાં આવી છે. જેના કારણે જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળે અને બાગાયત ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવે. પંચમહાલ જીલ્લાના જાબુઘોડા તાલુકા તથા અન્ય તાલુકાના ગામોના ખેડૂતોએ મારા અનુભવનો લાભ લીધો છે તેમજ મલ્ચીંગ દ્વારા ખેતી કરી છે. ખેડૂતો સમયાંતરે મારા ફાર્મની મુલાકાત લઇ ખેત પધ્ધતિ અપનાવેલ છે. આ ખેતી ઓછા પાણીવાળા વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. તેમજ આડોશ-પાડોશના ખેડૂતોને પણ બાગાયતી પાક ઉત્પાદન માટેની પ્રેરણા મેળવીને તેઓ પણ હવે બાગાયતી પાકો તરફ વળ્યા છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક હાઇવા ટ્રકે અકસ્માત સર્જતા એક ઇસમનું મોત

ProudOfGujarat

કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિદ્યાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!