Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા જીલ્લાના યુવાનને હનીટ્રેપમા ફસાવાનો દંપતિનો કારસો નિષ્ફળ.

Share

ગોધરા શહેરમાં એક યુવાનને હનીટ્રેપમાં ફસાવીને ૧૦,૦૦૦,૦૦ રૂપિયાની માંગણી કરનાર દંપતિને ગોધરા એ ડીવીઝન પોલીસે છટકુ ગોઠવીને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

ખેડા જીલ્લામાં રહેતો એક યુવાન આર્યુવેદિક કંપનીમા કામ કરીને દવાઓનું વેચાણ કરતો હતો. પંચમહાલ જીલ્લામાં પણ દવાઓનું વેચાણ કરતી વખતે યુવકનો સંપર્ક શહેરા તાલુકાના તરસંગ ગામની આશાબેન ભરવાડ જોડે થયો હતો. જેમા દવાઓ મંગાવવા માટે ફોન માંગતા યુવકે નંબર આપ્યો હતો અને આશાબેનની વાતચીત યુવક સાથે થતી હતી. આ યુવક ૨૯ તારીખના રોજ ગોધરા ખાતે કામ અર્થે આવ્યો હતો અને તે સમયે આશાબેન ભરવાડે યુવકને ફોન કરીને ગોધરા ખાતેના ઘરે બોલાવ્યો હતો. જ્યા આશાબેનના પતિ કનુભાઇ આવી જતા યુવકને ધકકો મારીને રુમમા લઇ જઈ હુ કહુ તેમ કરવુ પડશે તેમ કહી આશાબેન સાથે બિભત્સ હાલતમા ફોટા પાડીને જાનથી મારી નાંખીને તારે બચવું હોય તો ૧૦ લાખ રૂપિયા આપવા પડશે અને બળાત્કારની ખોટી ફરિયાદ કરીને જેલ ભેગો કરી દઈશ તેવી ધમકી આપી હતી. આથી યુવક પૈસા ન આપવા હોય તેને પોલીસને જાણ કરી હતી અને ટીમે છટકુ ગોઠવીને દંપતીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અમદાવાદ-યુવતી સાથે બળાત્કાર ગુજારાયો-બે વર્ષ સુધી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી રેપ કર્યો…

ProudOfGujarat

કરજણ તાલુકાનાં મિયાગામ ખાતે શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ ખાતે અંતરિયાળ વિસ્તાર તેમજ નર્મદા કાંઠામાં વસવાટ કરતાં 28 ગામોનાં 885 જરૂરિયાત મંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગોધરા શહેરના સમ્રાટનગર સોસાયટી ખાતે સ્પર્શ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!