જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ આગામી 3 મેના રોજ પરશુરામ જયંતિ તેમજ રમજાન ઈદનો તહેવારની ઉજવણી શાંતિપૂર્વક કરવા માટે સૌને અપીલ કરી છે. આ ઉપરાંત આગામી 3 મે ના રોજ હિન્દુ-મુસ્લીમ સમાજના તહેવારો એક સાથે આવતા હોય જે અન્વયે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ગોધરા શહેરમાં ફલેગ માર્ચનું આયોજન કર્યું હતું અને ગોધરા શહેર-બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામા આવ્યુ હતું, ડીવાએસપી સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ફલેગ માર્ચ દરમ્યાન પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીને સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હિન્દુ મુસ્લીમ સમાજના તહેવારો એક સાથે આવતા હોય જે અન્વયે પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાનાઓ દ્રારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ-મુસ્લીમ સમાજના પરશુરામ જયંતી તેમજ રમઝાન ઇદનો તહેવાર એક સાથે આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લીમ સમાજના આગેવાન સાથે શાંતી સમિતિની મીટીંગ કરવામાં આવી તેમજ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને રમઝાનનો તહેવાર સારી રીતે ઉજવાય તેની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ગોધરાના શહેરા ભાગોળ પીપુટકર ચોક અને રામનગર સોસાયટી ખાતે આવેલ બન્ને સ્વામિનારાયણ મંદિરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બન્ને તહેવારો સારી રીતે ઉજવણી થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ડીવાયએસપી સી.સી.ખટાણા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ સહિત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી