Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજનાં વિદ્યાર્થીઓનું આકાશવાણી દ્વારા રેકોર્ડિંગ કરાયું.

Share

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન એસ એસ વિભાગના વિદ્યાર્થીઓનું ” આધુનિક નારી ” વિષય પર આકાશવાણી ગોધરાના વિપુલભાઇ પુરોહિત તથા પ્રકાશભાઈ બીલવાલ દ્વારા કોલેજ ખાતે રેકોર્ડિંગ કરાયું હતું. જેમાં એન એસ એસ ના 15 ભાઈ-બહેનોએ નારી પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આધુનિક નારી શુ ઈચ્છે છે. તેમના ભવિષ્ય અંગેના કેવા પ્લાન છે. આજની નારી અબળા નહીં પણ સિંહણ જેવી બની ત્રાડ પાડે તેવી હોવી જોઈએ.સહિતના વિચારો ભાઈઓ અને બહેનોએ રજૂ કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.અરુણસિંહ સોલંકીએ કર્યું હતું. સદર કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી જૂન માસમાં પ્રસિદ્ધ કરાશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરતના સચિન વિસ્તારથી મળી આવેલી અસ્થિર મગજની મહિલાને 181 અભયમ દ્વારા માનવસેવા ટ્રસ્ટમાં સુરક્ષિત આશરો અપાવ્યો હતો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં શિવરાત્રી પર્વની ઉમંગથી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ : શહેરામાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર અને વેપારીઓની વચ્ચે બેઠક યોજાઈ, સર્વાનુમતે લેવાયો નિર્ણય. જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!