હાલમા લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગોધરાની શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે ચાલતી બી.કોમ.ના છેલ્લા વર્ષની પરીક્ષાનો આજે છેલ્લો દિવસ હતો અને આજે જ કોલેજના વિદ્યાર્થી નરેન્દ્રભાઈ દિલીપભાઈ બારીયાની લગ્ન વિધિ હતી. વિદ્યાર્થીએ વિચાર્યું કે આ પરીક્ષા આપવી જ છે તો લગ્નના પોશાકમાં સજ્જ, પીઠી ચોળીને, કટાર લટકાવીને એટલા જ ઉમંગ અને ઉત્સાહથી નરેન્દ્રભાઈ એ આજે પરીક્ષા આપી હતી, કોલેજમાં
સૌ કૌઈએ તેમને લગ્નના અભિનંદન પાઠવ્યા હતા.
સાથે સાથે કોલેજ સ્ટાફે પણ અભિનંદન પાઠવ્યા હતા, જોકે સંજોગ કહી શકાય આજે બીકોમ ની પરીક્ષા તો પૂરી થઈ પણ એવું કહી શકાય કે આવતીકાલથી નરેન્દ્રભાઈની જિંદગીની પરીક્ષા શરૂ કરશે.
Advertisement
પંચમહાલ રાજુ સોલંકી