Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : લોખંડની પાટો સગેવગે કરનારી છ ઈસમોની ગેંગને ઝડપી પાડતી એસ.ઓ.જી.

Share

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના મઘવાસ ગામે રાજપુતાના કંપની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો લોખંડની પાટો ગેસ કટરથી કટીંગ કરી સગેવગે કરવાની ગેર કાયદેસર પ્રવૃતિ ચાલતી હોય જે બાબતે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ નાઓને બાતમી મળેલ જે બાતમી આધારે એસ.ઓ.જી. શાખાના માણસો તથા કાલોલ પોલીસને જોડે રાખી બાતમીવાળી જગ્યા ઉપર રેઇડ કરતા લોખંડની પાટો આશરે ૨૦ ટન વજનની કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી આવેલ ઉપરાંત જગ્યા ઉપરથી હાઇડ્રોકન, ગેસના બોટલ,આઇસર ટેમ્પો, મોંઘી દાટ ગાડીઓ, મોબાઇલ ફોન વિગેરે મળીને કુલ મુદ્દામાલ કિ.રૂા. ૫૧,૭૦,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૪૧ (૧) (ડી), ૧૦૨ મુજબ કબજે લઇ કુલ છ આરોપીઓને અટક કરી વધુ કાર્યવાહી સારૂ કાલોલ પો.સ્ટે. ખાતે સોપવામા આવ્યા છે. ગુનાના કામે કાલોલ પોલીસે ચોરીમાં ગયેલ વધુ મુદામાલ લોખંડના પોલ, પાઇપ, જનરેટર, કેબલ, વોટર ટેંક મળી કુલ કિ.રૂા.૫,૫૨,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.

આ ગુનામાં કુલ છ આરોપીઓ (૧) અર્જુન બગાસી ચૌહાણ રહે.મકરપુરા શ્રીરામ સોસાયટી જી.વડોદરા (૨) રવિરંજન સુદામા પાસવાન રહે.સહદાની ઔરંગાબાદ બિહાર હાલ રહે.આર.બી કાર નવજીવન હોટલ પાસે હાલોલ જી.પંચમહાલ (૩) રફીકુલ સફીફુલ હસન રહે. ઔડાના મકાન માણેજા જી.વડોદરા (૪) ગ્યાસુદીન અસલરઅલી અંસારી રહે. તાંદલજા અકસા સોસાયટી જી.વડોદરા (૫) રણજીતકુમાર જશવંતસિંહ રાઠોડ રહે.મસવાડ રાહતળાવ ફળીયુ તા.હાલોલ જી.પંચમહાલ (૬) અમરજીતકુમાર કમલેશભાઇ ઠાકોર રહે.આર.બી.કાર નવજીવન હોટલ પાસે હાલોલ જી.પંચમહાલનાઓને અટક કરવામા આવેલ છે તેમજ આ આરોપીઓ દિન-૩ ના રીમાન્ડ ઉપર છે. આ ગુનામાં મધવાસ ગામના અશ્વિન ઉર્ફે ટીનો તથા કોયો રણજીતસિંહ સોલંકી તથા રાકેશ પંડીતજી વોન્ટેડ છે તેમજ ચોરીનો માલ રીસીવ કરનાર મહેન્દ્ર દુબે રહે.વડોદરા હાલ પકડવાનો બાકી છે.આ ગુનામાં કુલ મુદામાલ કિ.રૂા. ૫૭,૨૨,૦૦૦/- નો રીકવર કરવામાં આવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરા કપુરાઈ ચોકડી નજીક કારમાં આગ લાગતા બે વ્યક્તિનો આબાદ બચાવ

ProudOfGujarat

મોરબી : હળવદ ના દેવળીયા પાટિયા પાસે નાઇટ્રિક કેમિકલ ભરેલ ટેન્કર પલટી માર્યું,

ProudOfGujarat

ઈડરના સાપાવાડામાં બે મંદિર સહિત ત્રણ સ્થળે ચોરોનો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!