Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા વાલ્મિકીવાસ ખાતે આવેલા અંબામાતાના મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી.

Share

ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં વાલ્મીકી વાસ ખાતે આદ્યશક્તિ માં અંબાના ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં વાલ્મીકી સમાજના આગેવાનો અને સમાજના નવયુવાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જગત જનની માં જગદંબાના 14 માં પાટોત્સવ નિમિત્તે મહાઆરતી અને ગુજરાતી કલાકારોના સથવારે ભવ્ય લોક ડાયરો અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, મેહુલભાઈ પટેલ, ઈમેશ ભાઈ પરીખ, શંભુપ્રસાદ શુક્લ, સહિતના મહાનુભાવો ઉપસ્થિતમાં મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીનો લ્હાવો લેવા માટે વિવિધ સમાજમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાલ્મીકી સમાજના વડીલ અગ્રણીઓએ ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, મેહુલભાઈ પટેલ, ઈમેશ ભાઈ પરીખ, શંભુપ્રસાદ શુક્લ, સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

આ ઉપરાંત વિવિધ સમાજમાંથી ઉપસ્થિત રહેલા અગ્રણીઓ પણ આવેલ મહેમાન નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. વાલ્મીકી વાસમાં યોજાયેલ આદ્યશક્તિ માં અંબાના 14 માં પાટોત્સવ નિમિત્તે મહાઆરતીમાં વાલ્મીકી સમાજની એકતા તથા અન્ય સમાજમાંથી મળેલ સાથ સહકાર અને પ્રતિસાદથી વાલ્મીકી વાસમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બોલ મારી અંબે જય જય અંબે ના ગગનભેદી જયઘોષ સાથે વાલ્મીકીવાસ ગૂંજી ઊઠ્યું હતું. ત્યારબાદ ગોધરાના વાલ્મીકી વાસ ખાતે પરમ પૂજ્ય યોગી શ્રી ગિરનારી બાપુ 108 સનાતન ધર્મના પુનઉદ્ધારક પુરાણ કાળની પ્રતિમા સમા લાગતા આર્ય સંસ્કૃતિની ભાવનાનું કેન્દ્ર સ્થાન લાગતા 108 યોગી શ્રી ગિરનારી બાપુના પટ્ટ શિષ્ય 108 શ્રી કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી જત્રાલ ના આંબાવાડી આશ્રમમાં બિરાજમાન સીતારામ બાપુના સાનિધ્યમાં જગત જનની માં જગદંબાના ભવ્ય શોભાયાત્રા વાલ્મીકી વાસ પાસેથી ભૂરાવાવ ચાર રસ્તા પરથી શહેરા ભાગોળ ફાટક પરથી પરત નિજ મંદિર ખાતે લાવવામાં આવી હતી જેમાં ગોધરા નગરના અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા જગત જનની માં જગદંબા ના શોભાયાત્રાને પુષ્પગુચ્છથી સ્વાગત કરીને વધાવી હતી અને ડબગર સમાજની મહિલાઓ દ્વારા વાલ્મીકી વાસમાં આવેલ માં અંબાના મંદિરે ભજન કિર્તન કરી ભક્તિમય માહોલ ઉભો કર્યો હતો. ત્યારબાદ બપોરના સમયે ગોધરા નગરના સૌ નગરજનોએ માં અંબાના મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વોદય યુવક મંડળના નવયુવાનો એ અથાગ પ્રયત્નો કરી 14 માં પાટોત્સવને સફળ બનાવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : ઉમેદવારી પત્રકો ભરવાના અંગેના અંતિમ દિવસ નજીક તેમ-તેમ રાજકીય ઉત્તેજનાઓ વધી.

ProudOfGujarat

દેડીયાપાડા તાલુકાના મેડીયાસાગ હાઇવે પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

પંચમહાલ : ગુજરાતી કવિ, વિવેચક, સંસ્મરણ લેખક જયંત પાઠકની જન્મભૂમિ ઘોઘંબામાં તેઓનું સ્મારક બનાવવા જમીન ફાળવવા તંત્ર પાસે માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!