દેશના બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરની 14 મી એપ્રિલ રોજ એટલે કે આજે 131 મી જન્મજયંતિ નિમિત્તે ગોધરા ખાતે કોંગ્રેસ પક્ષના એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન એડવોકેટ રાજેશ હડિયલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ ડોક્ટર બાબા સાહેબની દેશ સેવાઓને યાદ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરીવાલા, કોંગ્રેસ આગેવાન વી કે ખાટ, માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ, લીગલ સેલ ચેરમેન જયગણેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી તેઓની દેશ સેવાઓને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આજે બાબા સાહેબની 131 મી જન્મ જયંતી નિમિતે કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન રાજેશ હડિયલે ડો.બાબા સાહેબ આંબેડરને શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ મીડિયાને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતના સંવિધાનનો અમલ થઈ રહ્યો નથી. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં અને કેન્દ્રમાં 7 વર્ષથી ભાજપના શાસનમાં ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલ બંધારણનું ખુલ્લેઆમ ધજાગરા ભાજપ દ્વારા ઉડાડવામાં છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા દેશ વિરોધી સરકાર ભાજપનો ડો.બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતી નિમિત્તે વિરોધ દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી