Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલના ગોધરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મ જયંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અને રેલીનું આયોજન.

Share

દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબસાહેબ આંબેડકરની 14 મી એપ્રિલ રોજ એટલે કે આજે 131 મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા ગોધરાના પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બાગ ખાતે ધારાસભ્ય સી કે રાઉલજી અને પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત દલિત સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં શ્રદ્ધાંજલિ અર્પી બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ભારતના સંવિધાનના સર્જક અને ભારત રત્ન ડૉ બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિ આજે સપૂર્ણ દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા ગોધરાના પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બાગ ખાતે ધારાસભ્ય સી કે રાઉલજી અને પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિત દલિત સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં શ્રદ્ધાંજલિ અર્પી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ગોધરાના પાવર હાઉસ પાસે આવેલ વાલ્મીકી બાગ ખાતેથી એક રેલી સ્વરૂપે બહારપૂરા ખોડીયાર માતાજીના મંદિરેથી સર્કિટ હાઉસ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જામનગર : ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરાયું

ProudOfGujarat

છોટાઉદેપુર પાલિકા પ્રમુખ તરીકે સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ જાહેર…

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાં લાખ રૂપિયા ઉપરનું મટીરીયલ ચોરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!