પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકાના ખેડૂતોને ખેત ઉત્પન્ન, શાકભાજી, ફળફળાદિનાં પોષણક્ષમ ભાવ મળી રહે અને સ્થાનિક ગ્રામજનોને રોજગારી મળી રહે તેવા શુભ હેતુથી સબયાર્ડ ઓરવાડા ખાતે ખેડૂત હાટ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચોહાણ, વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ, જિલ્લા પંચાયતના દંડક એ બી પરમાર, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલ, ગ્રામ પચાયતોનાં સરપંચ પીન્ટુભાઈ, તાલુકા સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી હાટ બજારને ખુલ્લો મુકાયો હતો.
બજાર સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના સમૃધ્ધ ખેડુત, સશક્ત રાષ્ટ્રનાં ધ્યેય સાથે તમામ ખેડૂતો આત્મનિર્ભર બને અને સ્થાનિકમાં રોજગારી મળે તેવા પ્રયત્નો બજાર સમિતિ ગોધરા દ્વારા કરવામાં આવી રહ્યા છે. બજાર સમિતિ વાઇસ ચેરમેન રમેશભાઈ બારીઆ દ્વારા ખેડૂતો અને વેપારીઓને તમામ સુવિધા હાટ બજાર આપવામાં આવશે અને આગામી સમયમાં જિલ્લાનો સોથી મોટા અને પ્રગતિશીલ ખેડૂત હાટ બજાર બનાવવામાં આવશે.
ગોપાલભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ ખેતીવાડીની યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેલ છે. અને આપણી રાજ્ય સરકાર ખેડૂતોની સરકાર છે અને સતત ખેડૂતોના વિકાસ અને પ્રગતિશીલ બને તેવા કર્યો કરી રહી છે જિલ્લા પંચાયત ઓરવાડા સભ્ય અરવિંદસિંહ પરમાર દ્વારા ગોધરા તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતોના વિકાસ માટે નવિન માર્કેટ યાર્ડ, હાટ બજાર, નલ સે જલ દ્વારા પીવાના પાણીની સુવિધા, ઓરવાડા ગામ તળાવથી સિંચાઇની સુવિધા અનેં તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે સતત પ્રત્નશીલ છીએ. અને તેના પરિણામો હાલ ગ્રામજનો જોઈ રહ્યા છે અને બજાર સમિતિએ ઓરવાડા માર્કેટ યાર્ડ કાર્યરત કરેલ છે. જે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કરેલ અને તમામ ગ્રામજનોની હાટ બજારથી સુખાકારી વધશે તેવી આશા વ્યક્ત કરી હતી. બજાર સમિતિના સેક્રેટરી પ્રકાશચંદ્ર પટેલ દ્વારા તમામ આમંત્રિત અને હાજર રહેલ ખેડૂતો અને વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો. આ શુભારંભ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યઓ, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ સદસ્યઓ, ખેડૂતભાઇઓ, વેપારીમિત્રો, ગ્રામજનો, જનપ્રતિનિધીઓ, સહકારી આગેવાનોને ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી