Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના વાલ્મીકી વાસ ખાતે જગત જનની માં જગદંબા માતાજીના ચૌદમાં પાટોત્સવની તડામાર તૈયારીઓ.

Share

ગોધરા પાવર હાઉસ વાલ્મીકી વાસ ખાતે પરમ પૂજ્ય યોગી શ્રી ગિરનારી બાપુ 108 સનાતન ધર્મના પુનઉદ્ધારક પુરાણ કાળની પ્રતિમા સમા લાગતા આર્ય સંસ્કૃતિની ભાવનાનું કેન્દ્ર સ્થાન લાગતા 108 યોગી શ્રી ગિરનારી બાપુના પટ્ટશિષ્ય 108 શ્રી કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી જત્રાલ આંબાવાડી આશ્રમમાં બિરાજમાન સીતારામ બાપુના સાનિધ્યમાં સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આદ્યશક્તિ જગત જનની માં જગદંબા માતાજીના ચૌદમો પાટોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તા. 15/04/2022 થી 16/04/2022 એમ બે દિવસીય મહાઆરતી, અને ગુજરાતી કલાકારોના સથવારે ભવ્ય લોક ડાયરો તેમજ ગોધરા શહેરમાં આદ્યશક્તિ જગત જનની માં જગદંબા માતાજીના શોભાયાત્રા નું આયોજન સહિત મહા પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ચૈત્ર સુદ ચૌદસને તા.15/04/2022 ના રોજ સાજે 7 કલાકે વાલ્મીકીવાસ ખાતે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને પંચમહાલ જિલ્લા પંચાયત ગોધરાના પ્રમુખ કુ. કામિનીબેન જી. સોલંકી ના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવશે અને રાત્રીના 9:30 કલાકે ગુજરાતી કલાકારો માં કોમેડી એક્ટર જીતુ પંડયા, લોક સાહિત્યકાર વિજય ગઢવી, લોકગાયક, વનરાજ ભૂવાજી, મહેશ ગઢવી, ટીમલી કિંગ પ્રવીણ પટેલ, લોક ગાયિકા વિરલ તીરઘર, ઓર્ગેનાઈઝર માયકલ ડાન્સર સહિતના ગુજરાતી કલાકારો ઉપસ્થિત રહી ભવ્ય લોક ડાયરા પર રમઝટ બોલાવશે. જ્યારે ચૈત્ર સુદ પૂનમ તા.16/04/2022 ના રોજ જત્રાલના આંબાવાડી આશ્રમમાં બિરાજમાન 108 શ્રી કૃષ્ણાનંદજી બાળ બ્રહ્મચારી સીતારામ બાપુ તથા જગત જનની માં જગદંબા ના ભવ્ય શોભાયાત્રા સવારે 11 થી 2 કલાક દરમિયાન ભૂરાવાવ ચાર રસ્તા થી શહેરા ભાગોળ ફાટક પાસે થઈ વાલ્મીકી વાસ ખાતે લઈ જવામાં આવશે અને બપોરે 1 થી 3 કલાક દરમિયાન માતાજીના મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવેલ છે. જગત જનની માં જગદંબાના
ચૌદમા પાટોત્સવ નિમિત્તે સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ગોધરા નગરના તમામ માઈ ભક્તોને માતાજીની શોભાયાત્રા તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શુક્રવારના હાટ બજારમાં વ્યક્તિ બહુરૂપી બનીને આવ્યો.

ProudOfGujarat

જય ઓટો રીક્ષા એસોસિયેશન દ્વારા ગોલ્ડન બ્રિજ અંગે આવનાર દિવસોમાં વાહનોની અવર જવર માટે બહાર પડેલ જાહેરનામામાં થ્રી વ્હીલ ઓટો રીક્ષા બંધ કરવાનો નિર્ણય હળવો કરવા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક, બિંદાસ લટાર મારતી ટોળકી સીસીટીવીમાં કેદ થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!