Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી સજાવટ સ્પર્ધા યોજાઇ.

Share

નારી શક્તિને સંગઠિત એકત્ર રાખવા તથા સુષુપ્ત શક્તિઓને વિકસાવવાના હેતુથી ગોધરાની મહિલા સામાજિક કાર્યકર કાશ્મીરાબેન પાઠકે વિક્લબ વન્ડરવુમન, સનસાઈન ક્લબના માધ્યમથી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગરબા તથા આરતી સજાવટની સ્પર્ધા રાખવામાં આવી હતી.

જેમાં નગરની મહિલાઓએ ભાગ લીધો હતો. હર્ષાબેન પંચાલ માતાજીના વેશ પરિધાનમા સજ્જ થતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કોરોના કાળ દરમિયાન રાખેલ વિવિધ પ્રકારની ઓનલાઇન સ્પર્ધાના વિજેતાઓને ડોક્ટર કે.વી. પંચાલ, પ્રદીપ સોની, કાર્તિક ત્રિવેદી મૌલેશ પાઠક, કુણાલ ત્રિવેદી, હાસ્ય કલાકાર દિવાકર શુકલ, અલ્કેશ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કેતકી સોની, તૃપ્તિ શેઠ ,જિજ્ઞાસા ઉપાધ્યાય, જ્યોતિ ચોકસી, શ્રીજલ ભગતના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

ProudOfGujarat

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આમોદ પોલીસ આવાસના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આવેલા ગડખોલ પાટિયા પાસે કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે 19 વર્ષની અંજુબેનએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!