પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે મતદાન જન જાગૃતિ કાર્યક્રમનું કોલેજ એન એસ એસ ના કેમ્પસ એમ્બેસેડર લખન સમિયાની તથા લીડર નિતેશ સામતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વયના વિધાર્થીઓ પ્રથમ વખત મતદાન કરનાર હોઈ વિધાર્થીઓના ચુંટણીને લગતા પ્રશ્નો અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા કોલેજ સંચાલક મંડળના સેક્રેટરી એવા કુ. કામિની બેન ગોપાલસિંહ સોલંકી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૦૦ ટકા મતદાન થાય તે માટેની સમજણ કોલેજના પ્રિન્સીપાલ અરુણસિંહ સોલંકી દ્વારા અપાયું હતુ. આ કાર્યક્રમમાં મતદાન અંગે વિધાર્થીઓને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં વિધાર્થીઓના મનમાં રહેલ ચુંટણીને લગતા પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો હતો. કુ.ધ્રુમી શાહે વિવિધ સ્લોગનો બોલાવ્યા હતા. આ પ્રસંગે એન એસ એસ ની સુંદર કામગીરી બદલ લખન સમિયાણી તથા નિતેશ સામતાણીનું જિલ્લા પંચાયતના પ્રમુખ કામિનીબેન સોલંકી દ્વારા ટ્રોફી આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમની આભારવિધિ લખન દ્વારા જ્યારે સફળ આયોજન નિતેશ દ્વારા કરાયું હતું.
પંચમહાલ રાજુ સોલંકી