Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરના સિંદુરીમાતા મંદિર પાસે આવેલ છકડાવાસ વિસ્તાર પાસે વીજ થાંભલો જર્જરિત હાલતમાં.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર ખાતે આવેલ સિંદુરીમાતા મંદિર છકડાવાસ વિસ્તારમાં આવેલ એમ.જી.વી.સી.એલ. નો વીજ થાંભલો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વીજ થાંભલામાં પાયાના ભાગમાં મોટી તિરાડો નજરે પડી રહી છે.

આ થાંભલો રસ્તાની બાજુએ હોવાથી રસ્તા પરથી પસાર થનાર લોકોના જીવ જોખમ પડી રહ્યા છે ત્યાના સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર એમ.જી.વી.સી.એલ ની ઓફિસમાં ફરિયાદ કરવા છતાય તે અંગે વીજ કચેરીના કર્મચારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.

તે વિસ્તારના જાગૃત નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે આ થાંભલો ઘણા સમયથી આવી જર્જરિત હાલતમાં છે ત્યાં થાંભલાની આજુબાજુ રસ્તા આવેલ ત્યાં લોકો અવરજવર કરે છે તો તે લોકોને વીજ કરંટ લાગવાનો ભય રહ્યો છે અને આ થાંભલાના નીચેના ભાગમાં મોટી તિરાડો હોવાથી આ થાંભલો ધરાસાઇ પણ થઇ શકે છે જેથી તે વિસ્તામાં વસવાટ કરતા લોકોને જાન માલ અને મિલકતોને નુકશાન થઇ શકે છે તેથી ત્યાના નાગરિકો દ્વારા એમ.જી.વી.સી.એલ ને લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાય તે વીજ થાંભલા વિષે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેથી ત્યાના નાગરિકો એમ.જી.વી.સી.એલ ના અધિકારીઓને વિનંતી કરી રહ્યા છે કે આ વીજ થાંભલાનો નિકાલ ઝડપી લાવે. યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવતીનું મોત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પની સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના ધામણોદ ગામથી પાંચમા તબક્કાનાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!