Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની બેઠકમા હોદ્દેદારોને નિમણુકપત્રો આપ્યા.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીની જીલ્લા સંગઠનની એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં વિવિધ હોદ્દેદારોની નિમણુક કરવામા આવી હતી. જીલ્લામાં પાર્ટીનુ સંગઠન મજબુત બનાવા કામે લાગી જવાની હાંકલ કરવામા આવી હતી.

પંચમહાલ જીલ્લામાં આવનારી ૨૦૨૨ ની વિધાનસભાનીચુટણીને લઈને પાર્ટીનો વ્યાપ વધે તે હેતુથી ગોધરા સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રીય લોકજન શક્તિ પાર્ટીના સંગઠનની એક બેઠક મળી હતી. પાર્ટીના પંચમહાલ જીલ્લા અધ્યક્ષ સુરેશભાઈ પરમારના અધ્યક્ષ પણા હેઠળ યોજાયેલી આ બેઠકમાં હાજર સંગઠનના હોદ્દેદારોનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ સમગ્ર બેઠકનુ સંચાલન અધ્યક્ષ સુરેશભાઈ પરમાર દ્વારા કરવામા આવ્યુ હતુ. બેઠકમાં જીલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારોની નિમણુક કરવામા આવી હતી. જેમા જીલ્લા મહામંત્રી ખલીલભાઈ કાપડીયા, સંગઠનમંત્રી ઈમરાનભાઈ હાજી, જીલ્લા મંત્રી દલપતસિંહ પટેલ, જીલ્લા સહમંત્રી વિનોદભાઈ વણઝારા, જીલ્લા ઉપપ્રમુખ બાલમુકુંદ મિશ્રા, ગોધરા શહેર પ્રમુખ રાજેશભાઈ શાહ, જીલ્લા મહિલા પ્રમુખ રાધાબેન જૈન, જીલ્લા મહિલા મહામંત્રી પુજાબેન મિશ્રા, ગોધરા શહેર મહિલા મંત્રી ઉર્વશીબેન સોની સહીતના હોદ્દેદારોને જીલ્લા અધ્યક્ષ દ્વારા નિમણુકપત્ર આપવામા આવ્યા હતા. તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવામાં આવ્યા હતા. બેઠકની આભારવિધી જીલ્લામંત્રી દલપતભાઈ પટેલ દ્વારા કરવામા આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે.

ProudOfGujarat

ઝધડીયા : ટોઠીદરા ગામે રેતીની ટ્રકોથી ખેતીને થતું નુકશાન અટકાવવા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, બનશે આધુનિક રેલવે સ્ટેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!