Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

Share

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા (માતૃ સંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક યોગેશ્વર સોસાયટી, ભુરાવાવ ખાતે મળી હતી. જેમાં મોટી સંખ્યામાં નિમાયેલા બ્રહ્મ હોદ્દેદારો, મહિલાઓ, યુવાઓ તેમજ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા ખાતે મળેલી આ પ્રથમ કારોબારીની શુભ શરુઆત વેદઘોષ અને દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.

ગોધરા નગર ખાતે મળેલી આ પ્રથમ કારોબારીમાં ગુજરાત રાજ્યકક્ષાના ઉપપ્રમુખ અને મધ્યઝોનના ઈન્ચાર્જ શૈલેષભાઈ ઠાકર,જીલ્લા પ્રમુખ જવાહરભાઈ પી. ત્રિવેદી, કકુલભાઈ પાઠક, વિનાયકભાઈ શુકલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (માતૃ સંસ્થા) ના જિલ્લા પૂર્વ પ્રમુખ સ્વ. ડો. એ. પી. પંડ્યા ના ધર્મપત્ની મધુબેન પંડ્યા, જીલ્લા મહામંત્રી સંકેત પંડ્યા (પત્રકાર), નૈનેશભાઈ દવે, પંચમહાલ ડેરીના જનરલ મેનેજર ઉમેશભાઈ જોષી,જિલ્લા ખજાનચી જીજ્ઞેશકુમાર જોષી ગોધરા એકમના પ્રમુખ નયનભાઈ જોષી, એકમ મહિલા પાંખ પ્રમુખ શિવાગીંબેન પાઠક, એકમ યુવા પ્રમુખ નિલેશકુમાર પંડ્યા, એકમ મહામંત્રી પારસભાઈ જોષી, જિલ્લા મહિલા મહામંત્રી માયાબેન જોષી, એકમ મહામંત્રી હીનાબેન પંડ્યા, નયનાબેન પંડ્યા, ઉપપ્રમુખ ભદ્રેશભાઈ પંડ્યા, દિનેશભાઈ પંડ્યા, કિરણભાઈ પંડ્યા, વિરેનભાઈ વ્યાસ, ભાવેશભાઈ ઉપાધ્યાય તેમજ જિલ્લા કારોબારીના ગોધરા નગરમાં વસતા સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા (માતૃ સંસ્થા) ગોધરા એકમના વિવિધ હોદ્દેદારોને નિમણુંક આપી જાહેરાત કરવામાં આવી હતી. ગોધરા ખાતે મળેલી આ પ્રથમ બ્રાહ્મણ સમાજની કારોબારીમાં સંગઠનને મજબૂત બનાવવા સૌ બ્રાહ્મણ હોદ્દેદાર ભાઈ બહેનોએ સાથે મળીને પંચમહાલ જીલ્લાના છેવાડાના વ્યક્તિને શુ જરુરિયાત અને તકલીફ છે તે દિશામાં કામ કરવાનું દિશા સુચન શૈલેષભાઈ ઠાકરે જણાયુ હતુ. તેમજ જવાહરભાઈ પી. ત્રિવેદી દ્વારા સરકારી યોજનાઓનો વધુમાં વધુ ઉપયોગ બ્રાહ્મણ સમાજના લોકો સુધી પહોચે તેમ જણાયુ હતુ. તેમજ વિન‍ાયકભાઈ શુકલ દ્વારા સંગઠનને મજબુત બનાવવાની અને બ્રાહ્મણને મદદરૂપ બનવાનુ કહેવામાં આવ્યું હતુ. વધુમાં ગોધરા એકમ દ્વારા બ્રહ્મ એકેડમીના ક્લાસ, લગ્ન વિષયક માહિતી, ગુગલ ફોમ, સરકારી યોજનાનો લ‍ાભ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા આઈ ટી સેલ દ્વારા આગામી સમયમાં વિવિધ સરકારી યોજનાકીય માહિતી અને લાભ વધુમાં વધુ બ્રાહ્મણ સમાજના લોકોને મળે તેવુ આયોજન કરવામાં આવશે. આમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા (માતૃ સંસ્થા) ગોધરા એકમે સંગઠનને મજબુત બનાવવા પધારેલ સૌ બ્રાહ્મણ ભાઈ-બહેનોનો આભાર માન્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સીએ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેના ખાસ સમાચાર, કોર્સનો સમયગાળો ઘટે તેવી શક્યતાઓ.

ProudOfGujarat

ડે બીફોર નવરાત્રિ ઉજવાય…

ProudOfGujarat

ભરૂચ : નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ, ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!