દવાઓ અને ઈન્સટુમેન્ટ મળી રૂ. ૫૭,૧૨૩/- ની મતા જપ્ત..
પંચમહાલ- ગોધરા રેંજ આઇ.જી.પી મનોજ શશીધર તેમજ પોલીસ અધિક્ષક ડૉ . લીના પાટીલ ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા એસ.ઓ.જી પોલીસને બોગસ તબીબ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આ અંગે ની વિગત જોતા ગોધરા એસ.ઓ.જી ના ઈન્ચાર્જ પી.આઈ ડી.એન.ચુડસમા અને એસ.ઓ.જી પો.સ.ઈ આર.આર.ગોહીલ ને મળેલ બાતમી અનુસાર કામગીરી કરતા બોગસ તબીબ ઝડપાયો હતો. બાતમી એવી મળી હતી કે કાલોલ તાલુકાના રતનપુરા ( બાકરોલ ) ખાતે એક વ્યક્તી ડીગ્રી ન હોવા છતા અને યોગ્યતા ન હોવા છતા લોકોની સારવાર કરી રહ્યા છે. અને જંગી કમાળી કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી ક્ષેત્ર ના જાણકરોને સાથે રાખી તપાસ કરતા એક ઇસમ લોકોની સારવાર કરતા જણાયા હતા. રતનપુરા ( બાકરોલ ) ના વચલા ફળીયા માં તબીબ દવાખાનુ ધરાવતો હતો જેનુ નામ દેબાશીશ શીતલ બાલા રહે.હાલ રતનપુર તાલુકો. કાલોલ જી.પંચમહાલ હોવાનુ જણાયુ હતુ. તેની પાસે માન્યતા પ્રાપ્ત ડીગ્રી ન હતી અને તેની પાસેથી એલોપેથીક દવાઓ અને સાધનો મળી કુલ રૂ. ૫૭,૧૨૩/- ની મતા જપ્ત કરવામાં આવી હતી આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.