પંચમહાલ દાહોદ, મહીસાગર જીલ્લામા રહેતો આદિવાસી સમાજનો હોળી લોકપ્રિય તહેવાર છે. આદિવાસી વિસ્તારોમાં દિવાળી પર્વ પછી કરતા પણ હોળી પર્વનું વધારે મહત્વ હોય છે અને હોળી પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરી મનાવવામાં આવે છે ત્યારે 18 માર્ચ ફાગણ સુદ પૂનમના હોળીનો તહેવાર નિમિત્તે ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર તથા સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મજૂરી અર્થે જતા આદિવાસી પરિવારો હોળીનો તહેવાર નજીક આવતા પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે. એસ.ટી વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવાઈ રહી છે.
હોળી, ધુળેટીના તહેવારને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, પંચમહાલ જિલ્લામાં આવેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી વિભાગીય કચેરી ગોધરા દ્વારા હોળી અને ધુળેટી પર્વને અનુલક્ષીને ગોધરા એસ.ટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તથા સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મજૂરી અર્થે જતા આદિવાસી પરિવારોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ગોધરા એસ.ટી વિભાગીય કચેરીમાં સમાવેશ થતા હાલોલ, ગોધરા, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા, બારીયા, દાહોદ, વગેરે ડેપો ખાતે ગ્રામ્ય વિસ્તારોનું એકસ્ટ્રા સંચાલન કરી બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત લાંબા રૂટ પર પણ એકસ્ટ્રા બસો દોડાવી સંચાલન કરવામાં આવશે. જ્યારે હોળી પર્વ નિમિત્તે એસ.ટી વિભાગ દ્વારા મુસાફરો માટે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ગોધરા વિભાગીય કચેરીના વિભાગીય નિયામક બી.આર ડીડોર એ જણાવ્યું હતું કે હોળી પર્વને અનુલક્ષીને માદરે વતનમાં પાછા ફરતા તમામ મુસાફરો માટે અલગ અલગ ડેપો ખાતે એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવશે તે મુજબ સૌરાષ્ટ્ર તથા સુરત અને અમદાવાદ જેવા શહેરોમાંથી ગોધરા અથવા દાહોદમાં પેસેન્જરોને અન્ય ડીવીઝનની બસો મારફતે જે તે ડેપો ખાતે મુસાફરોને છોડવામાં આવશે ત્યારબાદ પોતાના માદરે વતનમાં જવા માગતા મુસાફરો માટે અલગ અલગ ડેપો પરથી ગ્રામીણ રૂટોનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત લાંબા રૂટ પર પણ એકસ્ટ્રા બસો દોડાવી સંચાલન કરવામાં આવશે. આ એકસ્ટ્રા બસોનું આયોજન હોળી પૂરતા ગ્રામ્ય લેવલમાં કરવામાં આવેલ છે અને હોળી પૂર્ણ થયા બાદ ફરીથી એક્સ્ટ્રા આયોજન કરી તેઓને પરત લાવવાની વ્યવસ્થા અલગ અલગ ડેપો પરથી કરાશે. આમ મુસાફરોને હોળી પર્વના તહેવાર મનાવવા માટે પોતાના વતન આવે છે ત્યારે તેઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે ગોધરા વિભાગીય કચેરી દ્વારા દરેક ડેપો ખાતે એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી