ગોધરા ખાતે આવેલ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટની સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન તારીખ 11/03/2022 થી 17/03/2022 દરમ્યાન ગોધરા તાલુકાના કોટડા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દઘાટન કોલેજના પ્રમુખ ડૉ. જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને કરાયુ હતું શિબિરનું ઉદ્દઘાટન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એન.એસ.એસ. વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી ડૉ.નરસિંહભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અધ્યાપક મંડળના પ્રમુખ ડૉ. મહાવીરસિંહ ડાભી,શાળાના આચાર્ય રંજનબેન મહેતા,કોટડા ગ્રામ પંચાયતના સરપંચ નિરમબેન ડામોર તેમજ મંચસ્થ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે કોટડા ગ્રામ્ય પંચાયતના માજી સરપંચ ,શાળાનો સ્ટાફગણ તેમજ SMC કમિટીના સભ્યઓ,જિલ્લા પંચાયતના સદસ્ય ,કોટડા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા ઉપરાંત કોલેજનો સ્ટાફગણ અને એન.એસ.એસ.ના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય વિનોદ પટેલીઆએ સ્વાગત કર્યુ હતુ. કોલેજના પ્રોગ્રામ ઓફીસર કિરણસિંહ બારીઆએ સાતદિવસીય શિબિરના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. કોલેજની વિદ્યાર્થીનિઓએ પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રતીક શ્રીમાળીએ કર્યું હતુ અને આભાર દર્શન કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અઘ્યપાક ડૉ.મહેશ ચૌહણે કર્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના NSS વિભાગનો વાર્ષિક શિબિરનો શુભારંભ.
Advertisement