ગોધરા
પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાનાં પાચ પથરા ગામ પાસેથી LCB અને SOGશાખાએ
સંયૂકત રીતે ટીમ બનાવી એક ઓપરેશન હાથ
ધરીને ધાડપાડુઓની ગેંગ કોઈ મોટી વારદાતને અંજામ આપે એ પહેલા જ પકડી પાડી હતી.પરંતુ બે ધાડપાડુઓ ભાગવામા સફળ રહ્યા હતા.તેમની પાસેથી દેશી બનાવટનો કટ્ટો,કારતુસ,ખંજર, સહિતના હથિયારો મળી આવ્યા હતા.તેમની પુછપરછમા પણ ગોધરા,ઘોંઘબા,તેમજ આણંદ જીલ્લામાં કરેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.હાલ આ ખુંખાર ધાડપાડુ તેમજ બે ધાડપાડુ ફરાર થયા છે.તેમને પકડવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પંચમહાલ જીલ્લા LCBના બાહોશ અને જાંબાજ પોલીસ ઇન્સ્પેકટર . ડી.એન.ચુડાસમાને બાતમી મળી હતી કે દાહોદ જીલ્લાની ગરબાડા તાલુકામાં આવેલા આબંલી ખજુરીયા ગામની ધાડપાડુ ટોળકી
ઘોંઘબા તાલુકાના ગામવિસ્તારો તરફ લુંટ કરવા જઈ રહી છે.આથીLCBની સાથે SOGની ટીમ પણાજોડાઇ હતી. પાચપથરા ગામની ચોકડી પાસે
નાકાબંધી કરી હતી.અને છ ધાડપાડુઓની ટોળકીના સભ્યો કાળુ પલાસ,વિનોદ પલાસ,ચેતન બારીયા અને ગદેસિંહ પલાસ બાઇક પર આવતા તેમને ઝડપી લીધા હતા અને બે ધાડપાડુઓ દિનુપલાસ અને દીલીપ ભાભોર ફરાર થઈ ગયા હતા. પકડાયેલા ધાડપાડુઓ પાસેથી કટ્ટો,કારતુસ ,ખંજર સહિતના ઘાતકહથિયારો પકડી પાડયા હતા.
તેમની વધુ પુછપરછમાં પાંચ જગ્યાએ ગોધરા શહેર,તેમજ ગોધરા તાલુકાના પઢીયાર ગામે,ઘોંઘબાના વાવ ગામે લુંટ, અને આણંદ જીલ્લાના ઓડ ગામે સહિત ચોરીના બનાવોને અંજામ આપ્યો હતો.તેનો ભેદ પણ ઉકેલાયો હતો.
આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.