ગોધરા શહેરના પોલીસ મુખ્યમથક ખાતે ગોધરા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના અલગ અલગ પોલીસમથક તેમજ અલગ અલગ શાખાના પોલીસકર્મીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ પોલીસ મુખ્યમથક ખાતે સાયબર ક્રાઈમના ગુણ અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો હતો.
દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા માટે ગોધરા ખાતે નાયબ પોલીસ અધિક્ષક દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને ઓનલાઈન સાયબર અવેરનેસ માટે સાયબર ક્રાઇમ વિશે તાલીમ આપવામાં આવી હતી જેના ભાગરૂપે સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આજના આધુનિક યુગમાં લોકો ઇન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે સાયબર ક્રાઈમના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેથી નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા અંગે લોકો પોતાની જાતેજ જાગૃત થાય તે માટે પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા અલગ અલગ શાખાના પોલીસ કર્મીઓ અને અધિકારીઓને સાઈબર ક્રાઈમ વિશે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી