ગોધરાની જાણીતી શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોલીસ ખાતાના સહયોગથી થઈ હતી જે અંતર્ગત ગોધરાના પોલીસ સ્ટેશન એ ડિવિઝનનો સમગ્ર સ્ટાફ જેમાં મહિલા પી.એસ.આઇ ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક ચેતનભાઈ ખટાણા ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક અને સુતરની આટીથી સ્વાગત કરાયું હતું. પોલીસ વિભાગ દ્વારા ખાસ મહિલાઓ કાયદાકીય માર્ગદર્શન ઉપરાંત વિવિધ નંબરો અપાયા હતા.
વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં કેવી રીતે આગળ વધી શકે તે અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. પ્રિન્સિપાલ ડો. એમબી પટેલ પ્રસ્તાવના કરી હતી. ડો સુરેશ ભાઈ ચૌધરી મહેમાનોને આવકાર્યા હતા. કોલેજ મહિલા સ્ટાફમાંથી સ્પોર્ટ ડાયરેક્ટર – પીટીઆઈ હંસાબેન ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર વ્યવસ્થા એન.એસ.એસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજની એન.એસ.એસ વિભાગની વિદ્યાર્થીની બહેનોએ કોલેજ સ્ટાફ ની બધી જ મહિલા પ્રોફેસરોને પુષ્પગુચ્છ આપી અને તેમનું અભિવાદન કર્યું હતું અને બપોર પછી વિદ્યાર્થીનીઓએ નારી કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યા ખાસ કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન અને તેમની સમગ્ર ટીમનો આભાર માની તેમનું અભિવાદન કરાયું હતું.
તેમણે ખાસ નારી કેન્દ્ર ની કામ કરવાની પદ્ધતિ તેમજ ત્યાં કેવી રીતે સ્ત્રીઓ રહે છે એ અંગે ખાસ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ દ્વારા નારી કેન્દ્ર માં રહેલ બહેનોનું કુમકુમ તિલક અને મીઠાઈ આપી સ્વાગત અભિવાદન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. રૂપેશ નાકર આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની તથા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા કરાયું હતું.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહિલા દિવસની ઉત્સાહપૂર્વક કરાઈ ઉજવણી.
Advertisement