યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મહર્ષિ પંડયા અને હર્ષિલ જોષી યુક્રેનના ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ. મા અભ્યાસ કરે છે ત્યારે તેઓને ઇન્ડીયન એમ્બેસી ના લો દ્વારા પોલેન્ડ, હંગેરી, રોમાનિયા વગેરે બોર્ડર પર મોકલવા માટે કહ્યું હતું. જ્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મહર્ષિ પંડયા અને હર્ષિલ જોષી સહિત બીજા ગુજરાતના 90 થી 100 વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચ્યા હતા ત્યારે ત્યાં યુક્રેનની ચેકપોસ્ટ ઉપર આવતા જ યુક્રેનિયન સોલ્જર દ્વારા તેઓને રોકી દેવામાં આવ્યા હતા અને યુક્રેનિયન સોલ્જર દ્વારા કહેવામાં આવ્યુ કે તમને ઈન્ડિયન વિદ્યાર્થીઓને જવાની પરમીશન નથી. આવું રટણ પોલેન્ડ બોર્ડરના સૈન્ય દ્વારા પણ કરવામાં આવ્યું હતું. પોલેન્ડમાં ઇન્ડીયન એમ્બેસી દ્વારા ઈન્ડિયન વિદ્યાર્થીઓને જવાની પરમીશન નહીં તેવું કહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે બે દિવસ પહેલા પોલેન્ડમાં ઇન્ડીયન એમ્બેસી દ્વારા મેસેજ મોકલવામાં આવ્યો હતો કે તમને પંદર દિવસના વિઝા ફ્રી મળશે પરંતુ પોલેન્ડમાં ઇન્ડીયન એમ્બેસી ના બે જવાબોથી ભારતીય વિદ્યાર્થીઓ સહિત માતાપિતામાં રોષની લાગણી જોવા મળી રહી છે એકબાજુ 30 કિ.મી સુધી ટ્રાફિકની સમસ્યા અને બીજીબાજુ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મહર્ષિ પંડયા અને હર્ષિલ જોષી સહિત બીજા ગુજરાતના 90 થી 100 વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર ઉપર ચાલતા પહોંચ્યા હતા અને તેઓની પાસે રહેવાની કોઈ સગવડ ન હોવાના કારણે તેઓ ઘનઘોર અંધકારમય જંગલોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે અને દરેક ગુજરાતી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ એકબીજા જંગલ વિસ્તારમાંથી લાકડા કાપી લાવી એક ટેન્ટ બાંધી જંગલમાં દિવસ પસાર કરી રહ્યા છે ત્યારે પોલેન્ડની
બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓ ઈન્ડિયન ગવર્મેન્ટ પાસે મદદની માંગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પોલેન્ડ બોર્ડર પર યુક્રેનિયન સોલ્જર ભારતીય વિદ્યાર્થીઓની વાત સંભાળતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ સાથે માતા પિતા પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયા છે. તેમાં પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના કેટલાક વિદ્યાર્થીઓ પણ હાલમાં પોલેન્ડ ખાતે જંગલોમાં ફસાઈ ગયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સાંઈબાબા નગર સોસાયટીમાં રહેતા મહર્ષિ પંડયા અને હર્ષિલ જોષી ગુજરાતના 90 થી 100 વિદ્યાર્થીઓ 30 કિલોમીટર ચાલીને પોલેન્ડ પહોંચ્યા, ત્યાં યુક્રેન સૈન્ય દ્વારા બોર્ડર ક્રોસ કરવાની મનાઈ કરે છે. ઘનઘોર જંગલમાં રાત કેવી રીતે પસાર કરવીએ સમસ્યા સર્જાઇ છે. પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના સાત જેટલા વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનમાં ફસાયા છે. યુદ્ધની વચ્ચે લોકો રોકવા મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી