રશિયાએ યુક્રેન વચ્ચે ચાલી રહેલા ધમાસણ યુદ્ધમાં અનેક ભારતીયો ફસાયા છે ત્યારે ગોધરાના સાંઈબાબા નગર સોસાયટીમાં રહેતા 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં આવેલ ટેર્નોપિલમાં યુદ્ધની વિષમ પરિસ્થિતીમાં ફસાય જતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. ત્યારે યુક્રેનમાં આવેલ ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ કરતા વિદ્યાર્થી મહર્ષિ જોષીના પિતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેમનો પુત્ર મહર્ષિ જોષી અને તેનો મિત્ર હર્ષિલ જોષી હાલ યુક્રેનમાં આવેલ ટેર્નોપિલના એક ફ્લેટમાંથી ખાનગી બસ કે કાર મારફતે પોલેન્ડની બોર્ડર તરફ રવાના કરવામાં આવ્યા છે અને ત્યાં તેઓના સિનિયર દ્વારા પોલેન્ડમાં એન્ટ્રી કરવામાં આવશે.
આ ઉપરાંત યુક્રેન ફસાયેલા વિદ્યાર્થીઓ પોતાના માતાપિતાને ફોન કે ઇન્ટરનેટના માધ્યમથી પળેપળની માહિતી આપે છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ વિકટ હોવાના કારણે તથા મોબાઇલ ફોન ચાર્જિંગ કરવાની વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ માહિતી આપી પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દે છે અને સલામત સ્થળે પહોંચી ફરી માહિતી આપતા હોય છે. યુક્રેનની અલગ અલગ મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ કરતા વિદ્યાર્થી હાલ રોમાનિયા, હંગેરી, પોલેન્ડની બોર્ડર તરફ પ્રાઇવેટ બસ કે કાર જે પણ સાધન મળે તે સાધનમાં બેસી બોર્ડર તરફ રવાના થઈ રહ્યા છે વધુમાં મહર્ષિ જોષી અને તેનો મિત્ર હર્ષિલ જોષીના માતાપિતા પોલેન્ડની સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના બાળકોને સહી સલામત ભારત સુધી મોકલવાની વ્યવસ્થા કરી આપે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. દર વર્ષે યુક્રેનમાં મેડિકલના ભણતર માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. પરંતુ હાલ જે રીતે યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ગોધરાના કલેકટર કચેરી ખાતે આવેલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓફીસમાં ગોધરાના સાંઈબાબા નગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ જોષીએ પોતાના પુત્ર મહર્ષિ જોષી અને તેઓની સોસાયટીમાં રહેતા હર્ષિલ જોષી યુક્રેનમાં આવેલ ટેર્નોપિલમાં ફસાયા હોવાની જાણકારી આપી ફસાયેલા બન્ને વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લાવવાની માંગ કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી