Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ખાતે બી.એન ચેમ્બર્સમાં થયેલી ચોરીનો મુદ્દામાલ પોલીસે મધ્યપ્રદેશમાંથી રીકવર કર્યો.

Share

ગોધરા શહેરમાં થયેલી ચોરીનો માલ ગોધરા પોલીસની ટીમે મધ્યપ્રદેશના એક ગામમાંથી રિકવર કર્યો છે. આ મામલે વધૂ તપાસ પણ હાથધરી છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલા બીએન ચેમ્બર્સમા ચોરીની ઘટના બની હતી જેમા તસ્કરોએ ત્રણ દૂકાનોને નિશાન બનાવી હતી. જેમા ફોનવાલે નામની દુકાનમાંથી એલઈડી ટીવીની ચોરી થવા પામી હતી. આથી દૂકાન માલિક દ્વારા આ મામલે ફરિયાદ નોધાવામા આવી હતી. ચોરીની ઘટનાને લઈને પોલીસે તેનુ પગેરૂ શોધવા ટીમ બનાવી હતી જેમા બાતમીદારો અને ટેકનીકલ સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા તપાસ હાથ ધરતા ચોરીના છેડા મધ્યપ્રદેશ સુધી પહોચેલા હતા. પોલીસ ટીમ દ્વારા પાચ દિવસ મધ્યપ્રદેશમા રોકાઇને દેવાસ શહેર પાસે આવેલા એક ગામમા તપાસ ધરતા એક સ્કોર્પિયો ગાડીમાંથી એલઈડી ટીવી સહિત મોબાઈલ ફોનનો સામાન મળી આવ્યો હતો. પોલીસ તમામ મુદામાલને જપ્ત કરી ગોધરા ખાતે લાવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ઝઘડિયા, વાલીયા, નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

સુરત : વિધાનસભાની અનુસૂચિત જન જાતિ કલ્યાણ સમિતિએ કાકરાપાર-ગોડધા- વડ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!