રશિયાએ યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક ભારતીયો ફસાયા છે ત્યારે ગોધરાના સાંઈબાબા નગર સોસાયટીમાં રહેતા 2 વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં યુદ્ધની વિષમ પરિસ્થિતીમાં ફસાય જતા તેઓના પરિવારજનો ચિંતાતુર બન્યા છે. તંત્ર હવે વિદ્યાર્થીઓની વિગત મેળવવા તેમના ઘરે પહોંચી રહ્યું છે. જો યુક્રેનની યુનિવર્સિટીએ OFFLINE શિક્ષણનો આગ્રહ રાખ્યો ન હોત તો પંચમહાલ ગોધરા સહિત ગુજરાત અને દેશના મોટા ભાગના છાત્રો હાલ હેમખેમ વતનમાં હોત. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા તે ત્યાં ફસાયા છે. ગુજરાતના પણ અનેક શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. ગોધરાની વાત કરીયે તો ગોધરાના જાફરાબાદ રોડ ખાતે આવેલ સાંઈબાબા નગર સોસાયટીમાં રહેતા 2 વિદ્યાર્થીનીઓમાં 1.મહર્ષિ જોષી અને 2. હર્ષિલ જોષી યુક્રેનની વિષમ પરિસ્થિતીમાં ફસાય ગયા છે ત્યારે પ્રાઉડ ઓફ ગુજરાતના પ્રતિનિધિ દ્વારા ગોધરાના સાંઈબાબા નગર સોસાયટીમાં આવેલ મહર્ષિ જોષીના ઘરે પહોચ્યું હતું અને પરિવારજનોની વેદના સાંભળી હતી.
મહર્ષિ જોષી એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે 2 વર્ષથી યુક્રેનમાં રહે છે. હાલ યુદ્ધની પરિસ્થિતી સર્જાતા વિડીયો દ્વારા તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. મહર્ષિ જોષીની માતાએ પ્રાઉડ ઓફ ગુજરાતના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે તેમના દીકરા સાથે તેમની જ સોસાયટીમાં રહેતો વિદ્યાર્થી હર્ષિલ જોષી પણ ફસાયા છે અને ખૂબ જ ડરેલા છે. યુદ્ધની પરિસ્થિતીના કારણે પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે ત્યારે ભારત સરકાર આ વિદ્યાર્થીઓને પરત લાવવા વહેલી તકે પગલા ઉઠાવે એ જરૂરી છે. વધુમાં મહર્ષિ જોષીની માતાએ જણાવ્યું હતુ કે હાલ યુક્રેનમાં એરપોર્ટ બંધ અને ત્યાની પરીસ્થિતી ખુબ જ તંગ હોવાને કારણે તેમના દીકરા તેમજ તેનો મિત્ર પણ યુક્રેનમાં ફસાયેલા છે અને તે લોકોને બંકરમાં રહેવું પડે છે તે લોકોને ત્યાં જમવાની પણ સગવડ નથી તેથી મહર્ષિ જોષીની માતાએ સરકાર તેમજ ઇન્ડીયન એમ્બેસી ને વિનંતી કરેલ હતીકે ભારતના નાગરિકો જે ત્યાં ફસાય ગયા છે તેમને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવે.
પંચમહાલ રાજુ સોલંકી