ગોધરા ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન.એસ.એસ વિભાગ દ્વારા ઉચ્ચશિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય વર્કશોપનું આયોજન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ખાતે પોલિટેકનિક કોલેજ હોલમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત એન.એસ.એસ વિભાગના અધિકારી મહેશ મહેતા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ, કુલસચિવ ડો.અનિલ સોલંકી, જે વી ભોલંદા ઉપરાંત અંગદાન જાગૃતિ માટે તેમણે ખૂબ જ કામ કર્યું છે તેવા દેશમુખ દાદા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ પ્રોગ્રામ ખુલ્લો મુકાયો હતો. દેશમુખ દાદા એ ખાસ પોતાની આગવી શૈલીમાં અંગ દાનનું મહત્વ ભારતમાં સમજાવી અને પોતાના પર થયેલ અનુભવ વિશે લોકોને ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. બપોરના સુમારે ડો. કિંજલબેન આહીર દ્વારા ગ્રાફ અને પાવર પોઇન્ટની મદદથી નવી શિક્ષણ નીતિના વિવિધ આયામો વિશે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે ખાસ હંમેશાં નવું નવું શીખવું જોઈએ એવી પ્રેરણા અધ્યાપકોને આપી હતી. ત્યારબાદ ડો. ઉમેશ તળપદા પીએફએમએસ અંગે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં હિસાબો કેવી રીતે સબમીટ કરી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. પંચ પ્રકલ્પ યોજનાના નોડલ અધિકારી મહેશ મહેતા ખાસ ભારત સરકાર અને ગુજરાત સરકારના આ પ્રયાસોને સમજાવીને ગુજરાતમાં પંચ પ્રકલ્પ યોજના અંગે દરેક કોલેજો કામગીરી શરૂ કરે ઉપરાંત વધુ ને વધુ આગળ આવે એ માટે આહ્વાન કર્યું હતું. પ્રોફ. અર્ચના ગોંડલીયા દ્વારા ઓનલાઇન માધ્યમથી પંચ પ્રકલ્પ યોજના માટેના પોર્ટલ વિશેની સમજુતી અપાઇ હતી. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીડોર અતિથિ વિશેષ તરીકે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રતનસિંહ રાઠોડ તથા ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી ઉપરાંત રાજ્ય એસ એસ અધિકારી મહેશ મહેતા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.અનિલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યુનિવર્સિટીના ઇતિહાસવિદો દ્વારા તૈયાર કરેલ તેમજ ડો.સુરેશ ચૌધરી દ્વારા સંપાદિત બે પુસ્તકો “આઝાદીના ઇતિહાસમાં વિખરાયેલા સ્વતંત્ર સેનાનીઓ પંચમહાલના વિષય સંદર્ભે”અને “મારું ઇતિહાસ દર્શન “નું ક્રમાનુસાર વિમોચન થયું હતું. શ્રી કુબેરભાઈ ડીડોરે ખાસ સુંદર કાર્ય માટે શુભકામનાઓ પાઠવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કાર્યને વખાણ્યું હતું ઉપરાંત તેમણે ખાસ એન.એસ.એસ અંગે વાત કરતાં જણાવ્યું કે એન એસ એસ નો સિમ્બોલ કોણાર્કના સુર્યમંદિરમાંથી લેવામાં આવ્યો છે અને એન.એસ.એસ માં હાલ પાંચ કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓ દેશ સેવાનું કાર્ય કરી રહ્યા છે જે સરાહનીય બાબત છે. કુલપતિએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. કુલ સચિવએ સૌ આદરણીય મહેમાનોનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. નરસિંહભાઇ પટેલ, કોર્ડીનેટર એન.એસ.એસ અને નોડલ પંચ પ્રકલ્પ યોજના, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમજ સંચાલન પંચ પ્રકલ્પ યોજનાના આસિસ્ટન્ટ નોડલ તેમજ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકર દ્વારા થયું હતું. વ્યવસ્થાપન અને આયોજનમાં પંચ પ્રકલ્પ યોજનાના આસિસ્ટન્ટ નોડલ ડો.સુરેશભાઈ ચૌધરી એ સેવા આપી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ભોજન રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ સમિતિમાં સેવાઓ આપી હતી.
પંચમહાલ રાજુ સોલંકી