ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેર, ગોધરાના સંયુક્ત ઉપક્રમે બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આઝાદીના ઇતિહાસમાં વિસરાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના વિશેના સાહિત્ય પરિસંવાદમાં ૩૫૦ કરતા વધુ સંશોધન પત્રો રજૂ કરાયા હતા ત્યારે ગોધરાના શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડો. સુરેશ ભાઈ ચૌધરીના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ગાંધીનગર અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા આયોજિત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર્સ માટેનો એક દિવસીય “પંચ પ્રકલ્પ યોજના પ્રશિક્ષણ વર્ગ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી. કે. રાઉલજી, એનએસએસ સ્ટેટ જોનલ ઓફિસર મહેશભાઈ મહેતા, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ, રજીસ્ટ્રાર તેમજ આચાર્ય અને અધ્યાપક મિત્રો દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીના ઇતિહાસમાં વીસરાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ પંચમહાલ જિલ્લાનાવિશેષ સંદર્ભમાં તેમજ ‘મારુ ઇતિહાસ દર્શન’ નામના બે
પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બન્ને પુસ્તક સંપાદિત કરવા બદલ શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડો. સુરેશ ભાઈ ચૌધરીને સમગ્ર યુનિવર્સિટી તેમજ કોલેજ પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી