પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અસારડી, નાકરેજી સહિત આજુબાજુના ગ્રામજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે કલ્યાણા વિભાગના પી.એચ.સી સેન્ટરનું નવીન સબસેન્ટર અસારડી ગામે રૂપિયા ૨૦ લાખનું મજૂર કરવામાં આવેલ હતું. જેનું ધારાસભ્ય ગોધરા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગોધરાના અંતરીયાળ ગામોને નજીકના ગામો સાથે સહિત મુખ્ય રસ્તો સાથે જોડવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવીન રસ્તાઓ રાજ્ય સરકારશ્રીએ મજૂર કરી જોબ નંબર ફાળવેલ હતા. જે અંદાજે ૨૮૯ લાખના રસ્તાઓનું ખાત મુહૂર્ત ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ વિકાસના કામોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત પ્રસંગે ગોધરાના ધારાસભ્ય ખાસ મહેમાન એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ, ગોપાલભાઈ જી પટેલ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય સહિત ખુમાનસિંહ યુ.ચૌહાણ, પ્રમુખ કિસાન મોરચો પંચમહાલ ભાજપા, ચંદ્રસિંહ ડી.રાઉલજી કા.ચેરમેન પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, વિનોદભાઈ ભગોરા જિલ્લા પંચાયત સદસ્ય, તારાબેન ડી. રાઠોડ તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહ્યા હતા.
ગોધરા તાલુકાના અસાયડી ગામના અરૂણાચલ (તવાંગ બોર્ડર) ઉપર શહીદ થયેલ અમર વીર સુપુત શહીદ પ્રદિપકુમાર વિક્રમસિંહ રાઠોડની યાદમાં બનાવેલ પ્રતિમાનું અનાવરણ પ્રસંગે વીર શહિદના પરીવારજનોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ધારસભ્ય દ્વારા શહીદના પુત્રોના અભ્યાસ અર્થે બન્નેને વ્યક્તિગત રૂપિયા ૫૧,૦૦૦/- ની રકમ અર્પણ કરવામાં આવી હતી. જે પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનોએ ધારાસભ્ય ગોધરાનો આભાર વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : આરોગ્યલક્ષી નવીન સબ સેન્ટર લોકાર્પણ સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત.
Advertisement