Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતિમાં મહિલા ખેડૂત સંમેલન યોજાયું.

Share

એન.એમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, દાહોદ દ્વારા એચડીએફસી બેન્ક પરિવર્તન પરિયોજના અંતર્ગત ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝગ ગામે મહિલા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં અંદાજે ૩૩૫ બહેનોને ખેતી ઓજરો, શાકભાજી બિયારણ, દુધાળા પશુધન કઠોળનું બિયારણ, સહિત વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય સી કે રાઉલજી કબીર મંદિરના મહંત રોહિતદાસજી બાપુ, જિલ્લાપંચાયત પંચમહાલના દંડક અરવિંદસિંહ પરમાર એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

કનુભાઈ પટેલ, મકાઈ સંશોધન કેન્દ્ર, ગોધરા, જિલ્લા ખેતવાડી નિયામક ખેતીવાડી વિસ્તરણ અધિકારી ગોધરા દ્વારા ખેડૂતો અને મહિલાઓને યોજનાઓની માહિતી, માર્ગદર્શકરૂપી મંતવ્ય આપેલ હતું. સંસ્થાના નિયામક શર્મિષ્ઠાબેન જગાવત, કનૈયા ચૌધરી સી.ઇ.ઓ, ઉપનિયામકઓ, સહિત હોદેદારોએ સંસ્થાની રૂપરેખા આપી માર્ગદશન આપ્યું હતું. અને ખેતીની આધુનિક પ્રોધોગિક વિષયની જાણકારી સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટેના સૂચનો અને જાણકારી પુરી પાડવામાં આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભ્રસ્ટાચાર ની મોટી તિરાડ અંકલેશ્વર ખાતે રીપેરીંગ થઈ તૈયાર થયેલા ONGC બ્રિજ પર જોવા મળી

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ટીમરૂ વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!