પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ભુરાવાવ વિસ્તાર પાસે આવેલ યોગેશ્વર સોસાયટીના પાકા સિમેન્ટવાળા રસ્તા પર ગોધરા નગરપાલિકા દ્વારા ડામરનું રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં ત્યાના જાગૃત નાગરિકો દ્વારા તે કામનું વિરોધ કરતા પંચમહાલ જીલ્લા અધિક કલેકટરને આવેદન આપ્યું હતું.
યોગેશ્વર સોસાયટી ખાતે બનાવેલ રોડ સારી હાલતમાં હોવા છતાય તે રોડ પર ડામરનો થર લગાવી રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે તે રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડની મંજુરી કરાવી અને તે પૈસાનો ભ્રષ્ટાચાર આચરતો હોય તેવી વાત ત્યાના રહીશો દ્વારા કરવામાં આવી હતી.
વધુમાં યોગેશ્વર સોસાયટીના રહીશ સૈલેશ ઠાકરે જણાવ્યું હતુ કે યોગેશ્વર સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ત્યાં ચોમાસાની ઋતુમાં રસ્તા પર અને ઘરોમાં પાણી ભરવાના બનાવો બને છે તેનું મુખ્ય કારણ છે કે રસ્તાની લેવલ ઘરોની લેવલ કરતા ઉચી થઇ રહી છે તેના તેથી ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ભારાય છે અને લોકો હેરાન થાય છે. નવા બનેલ આર.સી.સી. રોડ પર ડામરની રીસરફેસિંગની કોઇપણ પ્રકારની જરૂર નથી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નવા બનેલા આર.સી.સી. રોડ પર ફક્ત ડામરથી રીસરફેસિંગ કરી નવા રોડની મંજુરી કરાવી અને તે પૈસાનો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી