પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને રાજગઢ બસ સ્ટેન્ડ પાસેથી પંચમહાલ જિલ્લા એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ જીલ્લાવડા ડૉ. લીના પાટીલના માર્ગદર્શન અને સુચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.પી.જાડેજાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે રાજગઢ પોલીસ મથકના એક ગુનાના કામે નાસતો ફરતો વોન્ટેડ આરોપી રણજીતભાઈ ભયજીભાઈ પરમાર રહે. કેલીયા વનફળીયુ તા.દેવગઢ બારીઆ જી. દાહોદ નાનો હાલમાં રાજગઢ બસ સ્ટેન્ડમાં ઉભો છે તેવી મળેલી બાતમી આધારે આઈ.એ.સિસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો રાજગઢ બસ સ્ટેન્ડમાં જઇ ખાનગી વોચ રાખી તપાસકરતા બાતમી મુજબનો રણજીતભાઈ ભજીભાઈ પરમાર રહે. કેલીયા વન ફળીયા તા.દેવગઢ બારીઆ જી. દાહોદ નાઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે રાજગઢ પોલીસ સ્ટેશનને સોપવાની કાર્યવાહી કરવા કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી