ગોધરા,
પંચમહાલ જીલ્લા સહિત તાલુકાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમા દશ દિવસ ચાલેલા દશામાના વ્રતનુ સમાપન થતા દશામાની પ્રતિમાઓને નદી તેમજ તળાવમા વિર્સજીત કરવામા આવી હતી. દસ દસ દિવસ સુધી ભક્તિ અને સેવા કરનારી બહેનો દશામાને ભારે હૈયે વિદાય આપી હતી.
ગુજરાતમા દશામાના વ્રતનુ અનેરુ મહત્વ છે.માત્ર શહેર જ નહી પણ ગુજરાતના ગામેગામ આ વ્રત કરવામા આવે છે.પંચમહાલ જીલ્લામા પણ દશામાના વ્રતની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરવામા આવી હતી.જેમા દશ દશ દિવસ સુધી દશામાની નાની તેમજ મોટી વિશાળ પ્રતિમાઓની સ્થાપના કરવામા આવી હતી સાંજ સવાર આરતી પુજન અર્ચન કરી આરાધના કરી હતી.પંચમહાલ જીલ્લામા તો ખાસ કરીને સામુહિક રીતે પણ આ વ્રતની ઊજવણી કરવામા આવી હતી.ગોધરા,શહેરા,હાલોલ,કાલોલ,જાંબુઘોડા,
મોરવા હડફ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં
મોટી સંખ્યામા બહેનો દ્રારા આ વ્રત કરવામા આવ્યુ હતુ, ગત રોજ આવ્રતનો અંતિમ દિવસ હોવાથી બહેનો દ્રારા જાગરણ કરવામા આવ્યુ હતુ.જેમા બહેનોએ સામુહિક રીતે જાગરણ કર્યુ હતુ,જાગરણ નિમિતે કેટલાક વિસ્તારોમા દશામાતા ની ફિલ્મો જોઇને તેમજ ગીત સંગીત ગરબા રમીને આનંદ માણ્યો હતો.વહેલી સવારે જ દશામાની પ્રતિમાઓનુ ઓનુ નદી તળાવમા વાજતે ગાજતે ભારે હૈયા સાથે આરતી કરીને વિસર્જન કરવામા આવ્યુ હતુ,અત્રે ઊલ્લેખનીય છેકે દશામાનુ વ્રત કરવાથી જીવનની મૂશ્કેલીઓ દુર થતી હોવાની એક લોકશ્રધ્ધા હોવાને કારણે ગુજરાતમા આ વ્રતનો અનોખો મહિમા છે.અને મોટી સંખ્યામા મહિલાઓ આ વ્રત શ્રધ્ધા અને ભક્તિભાવ પુર્વક કરે છે.