ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં વિવિધ વેરાઓમાં બેફામપણે ૪૦% જેટલો વધારો કરી હાલની કોરોનાની ચિંતા પ્રેરિત સ્થિતિમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રજાની હાલત ગંભીર ચિંતા પ્રેરિત છે તથા આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે વેરામાં રાહત આપવાની જગ્યા એ ભાવ વધારો થતાં પ્રજામાં ભારે આક્રોશ નારાજગી છે ત્યારે આ ભાવ વધારો પરત ખેચવા અને વિવિધ રાહત આપવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ગોધરા શહેર કોંગ્રેસ ગોધરા નગરપાલિકા કોંગ્રેસ વિરોધ પક્ષ દ્વારા પંચમહાલ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
જે ઉપરાંત રોડ, પાણી, લાઈટ જેવી પાયાની વિવિધ સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ હતી જેમાં પંચમહાલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજિત સિંહ ભટ્ટી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ, પ્રદેશ મંત્રી રફીક તિજોરીવાલા, ઉપસ્થિતિમાં ગોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ નગરપાલિકાના સભ્ય સિદ્દીક ડેની અને નગર પાલિકા ગોધરા કોંગ્રેસ વિપક્ષના નેતા નગરપાલિકા સભ્ય નુરીબેન શેખના માર્ગદર્શન હેઠળ રેલી કાઢી આવેદનપત્ર સુપરત કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા મહામંત્રી આબિદ શેખ, ખજાનચી રાજુ હેમનાની, મંત્રી કમલેશ ચૌહાણ, અહેમદભાઈ, સિદ્દીક સલાળીવલા, સોશ્યલ મીડિયા ચેરમેન સન્ની શાહ સહિત મોટી સંખ્યામાં ગોધરા શહેર કોંગ્રેસ સભ્યો નગરપાલિકા સભ્યો એ જોડાઈ વેરા વધારાનો સખત વિરોધ કરી રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પંચમહાલ કલેક્ટરને સુપરત કરાયુ હતું.
પંચમહાલ રાજુ સોલંકી