મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા કાશ્મીરની સ્વતંત્રતા મામલે ભારત વિરોધી પોસ્ટ સોસિયલ મીડીયામા મૂકવા બદલ દેશમાં આ કંપનીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં હિન્દુ સંગઠનોએ પણ કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપનીઓની શાખા પર જઈને સ્ટીકરો લગાવ્યા હતા.
હ્યુન્ડાઇ મોટર્સ, કીયા મોર્ટસ ડોમિનોઝ પિઝા, વિગેરે જેવી મલ્ટીનેશનલ કંપનીઓ એ 5/2/2022 ના દિવસે પાકિસ્તાન “કાશ્મીરી એકતા દિવસ” તરીકેની ઉજવણી કરે છે તે દિવસે આ કંપનીના પાકિસ્તાન સ્થિત યુનિટોના સોશિયલ મીડિયા હેન્ડલર્સ દ્વારા કાશ્મીરની સ્વતંત્રતા સંબંધિત ભારત વિરોધી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી ત્યારબાદ ભારતમાં દેશ ભક્તો અને આ કંપનીઓના તેના વપરાશકાર નાગરિકો ભડકયા જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એ વાયરલ પોસ્ટનો સખત શબ્દમાં વિરોધ કરી રહ્યું છે. ગોધરામાં આ કંપનીઓની શાખાઓ ખાતે જઈને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા સ્ટીકરો કે પ્લેકાર્ડ ચોટાડી વિરોધ નોંધાવ્યો હતો જેમા મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી