Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : શૈલેષભાઈ ઠાકરની સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે વરણી.

Share

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાની સ્થાપના તા. ૦૬/૧૨/૧૯૮૭ ના રોજ સ્વ શ્રી પ્રહેલાદભાઇ શુકલા (સ્થાપક પ્રમુખ) અને સ્વ.અજીતભાઈ શાસ્ત્રી (કર્ણમુક્તેશ્વર) અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાનું હેડક્વાર્ટર્સ ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેર વચ્ચે બ્રહ્મભુવન તરીકે ૪૦૦૦ હજાર સ્ક્વેર મીટર જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ કરી બનાવવામાં આવ્યું છે.

સમગ્ર ગુજરાતના બ્રાહ્મણોની આસ્થા સમાન આ ભ્રમભૂવનમાં તા.૨૩/૦૧/૨૦૨૨ ના રોજ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતાની અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી.
જેમાં ગત ટર્મના વિદાય લઈ રહેલા સુરતના જીગિશભાઈ દવેના સ્થાને નવા પ્રમુખ તરીકે ગુજરાત હાઈકોર્ટના ખ્યાતનામ વકીલ પિનાકીનભાઈ રાવલને પ્રમુખ અને આપણા પંચમહાલ જિલ્લાના ગૌરવ સમાન સહકારી આગેવાન અને ગોધરા સદાશિવ કો.ઓ.બચત અને ધિરાણ મંડળીના ચેરમેનશ્રી શૈલેષભાઈ ઠાકરની શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના ઉપપ્રમુખ અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ સભામાં રાજ્યના કન્વીનર શ્રી અનિલભાઈ શુક્લા, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ જોષી, પૂર્વ મહામંત્રી બીપીનભાઇ ભટ્ટ તેમજ મહિલા પાંખના પ્રમુખ ધારીણીબેન શુક્લ, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિર્વિસટીના કુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

જેના અનુસંધાને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ ઠાકરને સ્થાન મળતા ગોધરા શહેર બ્રહ્મસમાજના પીઢ આગેવાનો, યુવાઓએ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કર્યો હતા. તેમજ તમામ શુભેચ્છકોમાં ભારે હર્ષની લાગણી છવાઈ જવા પામી છે. જેમાં ભાજપ આગેવાન કકુલભાઈ પાઠક, હિતેશભાઈ ભટ્ટ, વિનાયકભાઇ શુકલ, ડો. રાજેશભાઈ રાવલ, જાણીતા વકીલ અમિતભાઈ દવે, વકિલ મિહીરભાઇ પુરાણી, દિપકભાઈ જોશી, સતીશભાઈ વ્યાસ, વિરેનભાઇ વ્યાસ, ભાવેશભાઇ ઉપાધ્યાય, કિરણભાઈ પંડ્યા (નગરપાલીકા) દિનેશભાઈ પંડયા (પૂર્વ પ્રમુખ બ્રહ્મસમાજ ગોધરા), ગોધરા શહેરના પત્રકાર કંદર્પ પંડ્યા, શ્રી સંકેત પંડ્યા, અમૂલ પંડયા તેમજ મોટી સંખ્યામાં યુવાઓ વડીલો સ્નેહીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે શૈલેષભાઈ ઠાકર સરળ, સહજ અને નિખાલસ સ્વભાવ ધરાવતા વ્યક્તિ છે. સાથે સાથે અન્યને મદદ કરવાની ઉત્કૃષ્ટ ભાવના પણ દર્શાવે છે. તેમની નિમણૂંકથી ગોધરા સહિત જિલ્લામાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ સમારોહ દરમિયાન આપ પાર્ટી દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન દર્શાવતા કાર્યકર્તાઓની પોલીસ દળ દ્વારા અટકાયત…

ProudOfGujarat

દહેજ ના લખીગામ ખાતે દારૂ બંધની વાત કરનાર યુવાન ઉપર કેટલાક ઇશમોનો હુમલો…

ProudOfGujarat

પાવાગઢખાતે આઠમ નિમિત્તે અઢી લાખથી વધુ માઈભક્તો ઉમટયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!