Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા જિલ્લા સેવા સદન ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની કરાઇ ઉજવણી.

Share

ભારત ચૂંટણી પંચ – નવી દિલ્હી અને મુખ્ય નિર્વાચન અધિકારી – ગાંધીનગર દ્વારા “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ” ની થીમ પર આજે 12 મા “રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજલ મયાત્રા દ્વારા શ્રેષ્ઠ ERO (મતદાર નોંધણી અધિકારી) તરીકે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અને 127-કાલોલ વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી અમિતા વી. પારગીને તેમજ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે એઈઆરઓ તરીકે શહેરા મામલતદાર પી.કે. ડામોર સહિત મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી કરવા માટે અન્ય 13 કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ દિવસ નિમિત્તે યોજાયેલી ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતાને પ્રમાણપત્રનું તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ આ પ્રસંગે મતદાર દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે બંધારણે નાગરિકોને કોઇપણ પ્રકારના ભેદભાવ સિવાય ઉંમરના આધારે તમામને મતદાનના અધિકારો આપ્યા છે અને વ્યક્તિ ૧૮ વર્ષનો થાય ત્યારે મતદાર યાદીમાં નામ નોંધાવી આ હક પ્રાપ્ત કરી શકે છે. નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આપણને જ્યારે બંધારણે મતદાનનો અમૂલ્ય અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબુત બનાવીએ. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સફળ અને સર્વસમાવેશી લોકતંત્રમાં જાગૃત મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ અદા કરવા જાગૃત બને તે છે. કલેક્ટરએ ઉમેર્યું કે યુવા મતદાર પોતાના મતદાનના હક્ક પ્રત્યે જાગૃત અને પ્રોત્સાહિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમય સાથે મતદારોની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરએ આ પ્રસંગે તમામ લોકોને મતદાન પ્રક્રિયા અંગે જાગૃત થાય તેમજ મતદારયાદીમાં પોતાનું નામ દાખલ થાય તેમજ જાણકાર લોકો પોતાના પરિચિત વ્યક્તિઓને પણ મતદારયાદીમાં પોતાનું નામ દાખલ થાય તે માટે પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવા યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા ત્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. આવાં કર્મચારીઓના ખંતને જોઇને અન્ય કર્મચારીઓને પણ પ્રેરણા મળતી હોય છે તેમ જણાવી જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરી લે અને જો ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી. કાર્યક્રમમાં સહભાગી થયેલા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું કે લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલા અમૂલ્ય એવા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે અને તે ધ્યાને રાખીને યુનિવર્સિટી દ્વારા પણ એન.એસ.એસ.ના માધ્યમથી જાગૃતિ સંબંધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમના એક જાગૃત-માહિતગાર મતદાર હોવું પણ એટલું જ અગત્યનું છે તેમ જણાવતા આ સંબંધી યુનિવર્સિટી દ્વારા કરાઈ રહેલ પ્રયાસો અંગે માહિતી આપી હતી.

આ ઉપરાંત, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી બી.એસ. પંચાલે એનએસએસ પંચમહાલ જિલ્લા કોઓર્ડિનેટર ડો. એન.એચ. પટેલે પ્રાસંગિક સંબોધનો કર્યા હતા. કાર્યક્રમમાં સહભાગી તમામ લોકોએ મતદારોએ લેવાની શપથ લીધી હતી. આ પ્રસંગે લાભાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ તથા સબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયાં હતા. આ અવસરે ઉપસ્થિત અધિકારીઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલાં કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય સરકારી ઈજનેરી કોલેજ પ્રો. એ.કે. પટેલ, પોલિટેકનિક કોલેજના આચાર્ય જે.વી.ભોલંદા, 30- ગુજરાત બટાલિયન, ગોધરા કર્નલ કિરીટભાઈ નાયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

बेटी की ‘पहली सालगिरह’ पर सनी लियोनी हुई इमोशनल !

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ.

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે વતન જવા માંગતા શ્રમિકોની ટીકીટ દરનાં નાણાં લેવા લાઈન લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!