ગોધરા શહેરમાં કોરોના ટેસ્ટ માટે એકસ રે હાઉસ દ્વારા વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે શહેરના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઈ છે જેમાં ગોધરા શહેરમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતાં જાય છે પરંતુ ગોધરા શહેરમાં કોરોના ટેસ્ટ માટે કોઈ યોગ્ય સવલત નથી. ગોધરા ખાતે આવેલા એક માત્ર એક્સ રે હાઉસમાં જ કોરોના ટેસ્ટ (એચ.આર.સી.ટી રિપોર્ટ) ની સવલત ઉપલબ્ધ છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ આ રિપોર્ટ માટે સવલત ઊભી કરવામાં આવી નથી. જેનો ગેરફાયદો ઉઠાવી એક્સ રે હાઉસ દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે રૂ.૩૫૦૦ જેટલો ચાર્જ બેફામ વસુલવામાં આવી રહ્યો છે. તેમજ સરકારના ધારાધોરણનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.જેના કારણે પંચમહાલ જિલ્લાની ગરીબ, મધ્યમ વર્ગની પ્રજાને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ ખાનગી એક્સ રે હાઉસ દ્વારા અગાઉ જે રીતે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તે રીતે આ ત્રીજી લહેરમાં પણ ભાવ ધટાડો કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.
પંચમહાલ રાજુ સોલંકી