ગોધરા.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે પડેલા ધોધમાર અને મુશળધાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સર્વત્ર જળ બંબાકારની સ્થતિ સર્જાઈ હતી.ખાસ કરીને શહેરના ખાડીફળીયા વિસ્તારમાં આવેલ આશાદીપ સોસાયટી,અમન સોસાયટી, ઈમામ અહેમદ રજા મસ્જિદ, ચીત્રા ખાડી ફળીયા,દિવાન ફળીયા વગેરે વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં એક ફુટ જેટલાં ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોની ઘરવખરીનો જરૂરી સામાન અનાજ,ચોખા,દાળ વગેરે પલડી જવાના કારણે નુકશાનની સાથે સ્થાનિક રહીશોની હાલત અંત્યત દયાજનક અને કફોડી બનવા પામી હતી.ખાડીફળીયામાં આવેલ આશાદીપ સોસાયટી, અમન સોસાયટી,ઈમામ અહેમદ રજા મસ્જિદ,હુસેની મસ્જિદ મુખ્યમાર્ગ,દિવાન ફળીયા,ચીત્રા ખાડીફળીયા મા પાણીનો નિકાલ ન થવાને કારણે લોકો મૂશ્કેલીમા છે .સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને પાણી ભરાવાની સમસ્યા અંગે રજુઆત કરવા છતા આ પાણી નિકાલનુ નકકર પરિણામ પ્રાપ્ત થતુ નથી.એક તરફ જાણીતા સામાજીક કાર્યકર કૈલાશ કારીયા આ સમસ્યાના પ્રશ્નોને તંત્ર સુધી પહોચાડવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમા વરસાદી પાણી ભરાવાની વિકટ સમસ્યા
Advertisement