ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને મતદાતા દિવસના ઉદ્દેશ્ય અને મહત્વ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ થી કરવામાં આવી છે. આ એક મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું છે. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી, કૉલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
Advertisement
પંચમહાલ રાજુ સોલંકી