Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા લો કોલેજની વિદ્યાર્થીનીને યુ.પી. ના રાજ્યપાલના હસ્તે ગોલ્ડમેડલ એનાયત.

Share

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ પ્રસંગે ગોધરાના પત્રકાર પ્રદીપ સોની અને ગોધરા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કેતકીબેન સોનીની દીકરી પંક્તિ સોનીને લો વિભાગમાં યુનિવર્સિટી પ્રથમ નંબર આવતા ગોલ્ડ મેડલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ડોક્ટર કુબેરભાઈ ડીડોર, રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ તથા મધ્ય ગુજરાતના ધારાસભ્યો, સંસદસભ્યો તથા ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ સિદ્ધિ પ્રાપ્ત થતા સોની સમાજ ગોધરાનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટીના મીડિયા કન્વીનર ડોક્ટર અજયભાઈ સોની, લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અપૂર્વ પાઠક, કોમર્સ કોલેજના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી એ અભિનંદન પાઠવ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં રહીશ અને જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં પરિમલ સિંહ રણાનાં ભાઈનાં ઘરે તસ્કરો એ ચોરી કરી હતી.

ProudOfGujarat

ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!