Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી ખાતે કોવિડ -૧૯ અંતર્ગત ટેસ્ટીંગ કરાયું.

Share

ગુજરાતને કોરોના મુક્ત અભિયાન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ પંચમહાલના સાથ સહકાર અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણની સૂચના મુજબ ગોધરા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરામાં કોરોના મહામારીમાં વેપારીઓ અને ખેડૂતો સહિત નગરજનોને સુરક્ષિત કરવા ટેસ્ટીગ કરવામાં આવેલ હતુ. ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ગોધરા વેપારી પ્રતિનિધિ ચિરાગ પી. શાહ, ખેડુત પ્રતિનિધિ અને તાલુકા પંચાયતનાં સભ્ય સામતસિંહ એસ. સોલંકી સહિત તમામ કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓનું ટેસ્ટીગ કરવામાં આવેલ છે. જિલ્લા આરોગ્ય કચેરી પંચમહાલના કર્મચારી તૃપિતબેન રાવલ, લેબ ટેક્નિશિયન અબર્ન હેલ્થ સેન્ટર ખાડી ફળીયા, પ્રકાશભાઈ માયાવંશી, કિશનભાઈ તાવીયાડ દ્વારા એન્ટીજન અને આર.ટી.પી.સી આર ટેસ્ટીગ સ્થળપ્રત કરેલ છે. બજાર સમિતિના ચેરમે ચૌહાણ દ્વારા ખેડૂતભાઈઓ સહિત તમામ વેપારીઓને ઓમીક્રોન વાયરસ સહિત કોરોના સામેની લડાઈમાં માસ્ક, સલામત અંતર, સેનેટાઇઝર અને સરકારની ગાઈડલાઈન અને વખતોવખતની સુચનાઓનું પાલન કરવા માટે જણાવેલ હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલની મુલાકાત લીધી.

ProudOfGujarat

जब फ़िल्म “मित्रों” में गुजरात की स्थानीय निवासी को दिया गया मौका!

ProudOfGujarat

સુરત : અન્ય કિન્નરો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળતા 80 થી 100 કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!