Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : વેગનપુર પાસે ચાઇનીઝ દોરીના ફીરકા સાથે એક ઇસમ ઝડપાયો.

Share

ગોધરા તાલુકાની હદમાં આવેલ વેગનપુર ગામે જુની જલારામ સ્કુલ પાસે રોડ ઉપરથી ચાઇનીઝ દોરીના ૧૨૨ નંગ ફીરકીઓના જથ્થા સાથે એક આરોપી ગોધરા તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તરફથી જિલ્લામાં ઉતરાયણના તહેવાર અનુસંધાને કેટલાક ઇસમો ચાઇનીઝ દોરી ઉચી કિંમતે વેચી આર્થિક લાભ મેળવવતા હોય છે. તેમજ તે દોરીથી પશુ પક્ષીઓ તેમજ માનવ જાતીને નુકશાન કારક હોય અને આ બાબતે કલેકટર પંચમહાલ ગોધરા નાઓએ જાહેરનામુ પણ બહાર પાડેલ હોય તેવા સંજોગોમાં આવુ વેચાણ કરનાર ઇસમોને પકડી પ્રવૃતી બંધ કરાવવા સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા સાહેબ ગોધરા વિભાગ ગોધરા નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ખાંટ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના ઓને બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે ગોધરા તાલુકાના વેગનપુર ગામે જુની જલારામ સ્કુલ આગળ ચોરી છુપીથી ચાઇનીઝ દોરી ઉચી કિંમતે વેચાણનો ધંધો કરે છે. જે બાતમી આધારે સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ માણસો નાઓએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ નામે ચેતનભાઇ ચંદુભાઇ પટેલ રહે, રામપુરા સ્વામીનારાયણ મંદિર ફળીયુ તા. ગોધરા નાનો ચાઇનીઝ દોરીની એકજ માર્કાની ફીરકીઓ નંગ-૧૨૨ જેની કિમત રૂપિયા ૧૮,૩૦૦/- નો મુદ્દામાલ રાખી કલેકટરના જાહેરનામાનો ભંગ કરેલ હોય તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ખોટા દસ્તાવેજ બનાવી વક્ફ બોર્ડ ની જમીન વેચી દેવાના સડયંત્ર માં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના રાયમા ગામેથી હજીરા ની એચ પી કંપની ના ટેન્કર માંથી પેટ્રોલ વેચતા ડ્રાઈવર અને કંડકટર રંગે હાથ ઝડપાયા જ્યારે પેટ્રોલ ખરીદનાર બે ઈસમો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!