Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો.

Share

ગોધરાની જાણીતી, શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કોવિડ-19 વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક 225 થી પણ વધુ વિદ્યાર્થીઓએ કોવિડ 19 રસી મુકાવી હતી.

કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજીસ્ટાર ડૉ. અનિલ સોલંકી સાહેબે ખાસ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રોગ્રામનું સમગ્ર મેનેજમેન્ટ વ્યવસ્થા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા કરાઇ હતી. જેમાં એનએસએસના સ્વયં સેવકો દ્વારા રજીસ્ટ્રેશન ઉપરાંત રસી લેનાર વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં પણ મદદ કરી હતી. કાર્યક્રમમાં ડૉ. અજય સોની EC મેમ્બર શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ડૉ. અભય પરમાર પ્રિન્સિપાલ આર્ટસ કોલેજ સંતરામપુર, ડૉ. નીતાબેન ગોસાઈ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંપા ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસીકરણનો લાભ લીધો હતો અને રસીકરણને સફળ બનાવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું આયોજન, આસી. પ્રોફેસર બોટની અને પ્રોગ્રામ ઓફિસર એન.એસ.એસ. ડો. રૂપેશ નાકર દ્વારા થયું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત.

ProudOfGujarat

નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની ધરપકડ કરવા ભાજપા અને બોગજ ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

એડવટાઇઝિંગ કલબ ઓફ બરોડાના 2022 – 2024 ના હોદ્દેદારોની નિમણુંક કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!