Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરપાલિકા દ્વારા નાગરીકોને બાકી વેરો ભરી જવા કરી અપીલ.

Share

ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરાના મુખ્ય બજારમાં ફાયર વિભાગની ગાડીમાં માઈક દ્વારા લોકોને વેરો ભરવા જાગૃત કરવામાં આવ્યા છે.

ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ગોધરા નગરપાલિકાના વિવિધ કોમ્પલેક્ષના બાકી દુકાન ભાડુંઆતો સહીત લોકોને નોટીસ ફટકારવામાં આવી છે અને ગોધરા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની કામગીરી માટે અલગ અલગ ચાર ટીમો બનાવી લોકોના ઘરે જઈ વેરા વસુલાત કરવામાં આવી રહી છે. ગોધરા નગરપાલિકામાં આવેલા 11 વોર્ડમાં પાલિકાનો 11 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી બોલે છે. પાલિકાએ વેરાની વસુલાત માટે ટીમ બનાવીને બાકીદારો પાસેથી બાકી વેરાની ઉઘરાણી શરૂ કરી દીધી હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે જો સાચે જ વેરાની વસૂલાત શરૂ કરી હોય તો અધધ કહી શકાય તેટલો 11 કરોડ રૂપિયાનો વેરો બાકી કેમ છે તે પણ એક સવાલ છે. નગરપાલિકાના 44 કાઉન્સીલરમાંથી મોટાભાગના કાઉન્સીલરના વેરા પાલિકાના ચોપડે બાકી બોલે છે. પાલિકા દ્વારા વેરાની વસુલાત અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને પાલિકાની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. વેરો ન ભરતા હોય તેવા મિલકત ધારકોની મિલકત સીલ કરવાનો નિયમ છે, પરંતુ પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ કોઈ કડક કાર્યવાહી નહીં કરતા હોવાને કારણે નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેથી પાલિકાના કર્મીઓના પગાર સહિત પાલિકા તરફથી આપવામાં આવતી સેવાઓને પણ માઠી અસર પહોંચે છે

આ અંગે નગર પાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા વોર્ડ નં. 1 થી 11 માં પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલ કરવામાં આવે છે. આથી નગરપાલિકા 11 કરોડ રૂપિયા વધુના બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વેરો ન ભરતા ઈસમો સામે નગરપાલિકા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તદ્ઉપરાંત પાલિકા તંત્ર દ્વારા સીટી સર્વેમાં એક લેટર લખી મોકલેલ છે અને જે મોટાપાયે જેમનાં ટેક્સ બાકી છે તેમની મિલકત પર સીલ અને જરૂર જણાશે તો તેવા તમામ બાકી ટેક્સવાળા ઓનું પેપરમાં નામ જોગ છાપવામાં આવશે અને તેમની કોર્મિશયલ મિલ્કત સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની જાહેર જનતાને અપીલ કરે છે કે હાઉસ ટેક્સ એ આમરી આવક છે આથી હું ગોધરાની જનતાને નમ્ર વિનંતી કરું છું કે તમારા બાકી વેરો વહેલી તકે ભરવા માટે અપીલ કરી હતી.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

માંગરોળ : માંડવી આમખુટા રાત્રી રોકાણ બસ ફરી ચાલુ કરવા માંગ કરી.

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરતા જામનગર મહાનગરપાલિકા એ દંડ ફટકાર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!