દેશભરમાં 15 થી 18 વર્ષની વયજુથના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યોગ્ય પ્રમાણમાં વેક્સિનેશન થઈ શકે તે માટે પંચમહાલ જિલ્લામાં 43 શાળાઓમાં 114 આરોગ્યની ટીમો સાથે 22075 બાળકોને રસી આપવામાં આવશે.
ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં કોઈપણ વયજુથની વ્યક્તિ રસી વગર રહી ના જાય તેવા સરકારના પ્રયાસો છે જે અંતર્ગત અગાઉ સીનિયર સિટીઝન અને ફ્રન્ટલાઇન વોરીયર્સ બાદ તબક્કાવાર અલગ અલગ વયજુથના લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં ફરી એકવાર કોરાના વાયરસના કેસોની સંખ્યા જાણે ગતિએ આગળ વધી રહી છે. સાથે ઓમિક્રોન વેરીયન્ટની ખતરો પણ તોળાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે. સરકાર દ્વારા હવે આ સક્રમણનો ખતરો વધે નહી તે માટે ૧૫-૧૮ વર્ષના કિશોર-કિશોરીઓને રસી આપવામા આવી રહી છે. ગોધરા તાલુકામા પણ કિશોર- કિશોરીઓને કોરોના રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે. તે અંતર્ગત ગોધરાની શિવમ હાઈસ્કુલ ખાતે ખાસ ૧૫ વર્ષ થી ૧૮ વર્ષના વિધાર્થીઓ માટે પંચમહાલ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો. શિવમ સ્કુલમાં અભ્યાસ કરતા ૧૫૦ કિશોર કિશોરીઓને કોવીડ રસી મુકાવામાં આવી હતી. ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજુથ ના બાળકોને વેક્સિનેશન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી