Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના નાકરેજી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

રાજ્યના સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ સેવા સેતુ દ્વારા થઈ રહી છે તે રાજ્ય સરકારની મોટી સફળતા છે. રાજ્યમાં ચાલી રહેલા સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકાના નાકરેજી ગામે કલ્યાના, અસારડીવંટા, રતનપુર રેલીયા, ભલોડિયા, મજેવાડી, નાકરેજી, રેલીયા ગામની અંદાજીત ૧૩,૦૦૦ વસ્તી ધરાવતા લોકો માટે આ લાભ આપતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવેલ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. તેમના જન્મદિનને રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ નિમિત્તે સામાન્ય જન સુધી વિવિધ યોજનાકીય લાભોને પહોંચતા કરવામાં આવશે રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતી કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા કરાય રહેલા વિવિધ જનવિકાસ કાર્યોને કારણે જનજન અત્યારે સુશાસનનો અનુભવ કરી રહયા છે. રાજ્ય સરકાર પણ પોતાની કામગીરી થકી સામાન્ય માણસોને સુશાસનની પ્રતીતિ કરાવી રહી છે. આ સપ્તાહ પણ વિવિધ યોજનાકીય લાભો ઝડપથી, સરળતાથી અને પારદર્શી રીતે લોકો સુધી પહોંચે એ માટેનું સરસ આયોજન કરવામાં આવ્યું છે.આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા.આ કાર્યક્રમમાં ગોપાલભાઈ પટેલ કારોબારી સભ્ય ભાજપા ગુજરાત પ્રદેશ, ભગોરા જિલ્લા પંચાયત સદસ્ય, પંચમહાલ, જશવંતસિંહ ચૌહાણ, માજી સભ્ય એપીએમસી ગોધરા, ગ્રામપંચાયતોના સરપંચ, ડેપ્યુટી સરપંચ સભ્યઓ, મડળીના સભ્યઓ, ગ્રામજનો અને તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓ, અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વલસાડ-માલવણ તળાવ સુકાઈ જતાં કાંઠાવિસ્તારમાં સાત દિવસથી પાણી માટે લોકોના વલખા

ProudOfGujarat

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે યોજાઈ.

ProudOfGujarat

रितिक की वजह से यशराज की फिल्म छोड़ने की खबर के ऊपर दिशा पटानी का बयान…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!