પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા સતત વધતી જવાના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા પણ વકરતી જાય છે. તેમાં પણ જ્યાં રેલવે ફાટક હોય ત્યાં સ્થિતિ વધુ વિકટ બને છે. ટ્રાફિક જામના નિવારણ માટે ઓવરબ્રિજ અને અન્ડર પાસ બ્રિજની એકથી વધુ યોજનાઓ અમલી કરવામાં આવી છે.છતા પરિણામ જોવા મળતુ નથી.
ગોધરાના શહેરા ભાગોળ રેલવે ફાટક પર અંડરપાસ બ્રિજ આપવા માટે ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અંડરપાસ બ્રિજ બાંધવાની યોજના તૈયાર કરાઈ હતી. તેના માટે 9.86 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેને લઇ નગરજનોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી પણ એ વાત હવામા જાણે ઓગંળી ગઇ હતી. રેલ્વે ફાટક પાસે અંડર પાસ બ્રિજ વહેલી તકે બનાવવામાં આવે તે માટે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.
શહેરા ભાગોળ રેલ્વે ફાટકનો પ્રશ્ન એ માથાના દુઃખાવા સમાન બની ગયો છે ઘણા વર્ષોથી રેલ્વે ફાટક પાસે અંડર પાસ બ્રિજ બનાવવા માટે માંગણી કરવામાં આવી છે પરંતુ ખાલી પોકાર વચનોની લ્હાણી કરવામાં આવી, આ ફાટક પાસે ઘણી વખત નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે, કલાકો સુધી ફાટક બંધ રહેતા ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થાય છે જેના કારણે પ્રસૂતિ માટે જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકની સમસ્યાના કારણે અટવાઇ જાય છે. આ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આચાર્ય ખુશાલ ભાઈ શ્રીમાળી એ કહ્યું હતું કે અંડરપાસ બ્રિજ બનાવવા માટે માપણીઓ, નકશો તૈયાર કરવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય મળે છે ત્યારે આજ વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર સંજયભાઈ ટેહલ્યાણી આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા અંડરપાસ બ્રિજ બનાવવા માટે 1.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા તેનો દુરુપયોગ કરી અન્ય બગીચા બનાવવા માટે વાપરી નાંખ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં અંડરપાસ બ્રીજ ન બનતા ટ્રાફીકજામથી સ્થાનિકો પરેશાન.
Advertisement